રાપર અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા ખાતે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન

ધારાસભ્ય દ્વારા કામો માટે પાંચ લાખની ગ્રાન્ટની ઘોષણા

ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા “સંસ્કૃતકક્ષ”નુ અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા રાપર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંસ્કૃતકક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો
આ પ્રસંગે નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા બીઆરસી કોડીનેટર મેહુલ દવે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મુખ્ય વક્તા વિધ્યુતભાઇ જોશી અક્ષરમુનિ સ્વામી સેજલબેન જોશી જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ વિજયગીરી ગૌસ્વામી અયોધ્યાપુરી કન્યા શાળા ના આચાર્ય વિજય ભાઈ જાની માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા તા.પં.પ્રમુખ રાજેશ ઢીલા મહેન્દ્સિંહ વાઘેલા વિનુભાઈ થાનકી રામજી સોલંકી ડોલર ભાઈ ગોર કેશુભા વાઘેલા ભગવાનદાન ગઢવી કમલસિંહ સોઢા તથા શાળાના શિક્ષકો વિધાર્થીનીઓ સહિત વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દ્વારા બે લાખ ના ખર્ચે પેવર બ્લોક રોડ તથા ત્રણ લાખના ખર્ચે સેડ બનાવવા માટે ગ્રાંટ ની જાહેરાત કરી હતી. વિધાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આયોજન કન્યાશાળા ના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતુંશાળા રાપર ખાતે બનાવવા મા આવેલ છે