પાકિસ્તાની ખજૂરની દાણચોરી ઝપટે

મહાબંદર કંડલા ખાતે ડાયરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા દાણચોરી અન્વયે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ૩૬૪ મેટ્રિક ટન પાકિસ્તાની સૂકી ખજૂરનો જથ્થો પકડી પડાયો છે. પકડાયેલીપાકિસ્તાની ખજૂરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩ કરોડથી વધુ થવા જાય છે. શંકાસ્પદ લાગેલI હિલચાલના આધારે કંડલા બંદર પરથી ૧૩ કન્ટેનર આ કાર્યવાહીમાં સીઝ કરાયા છે. પાકિસ્તાનથી આ જથ્થો પહેલા યુએઈ મોકલી ત્યાંથી ભારત તરફ રવાના કરાયો હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન એવું જણાયું છે કે દસ્તાવેજો સાથે છેડછાડ કરી માલનો મૂળ દેશ પાકિસ્તાન હોવાની હકીકત છુપાવવામાં આવી હતી.