મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા નગરના શાસ્ત્રી મેદાન ખાતે પાંચ કરોડ ના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ મેદાન બનાવવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે. જેને લઈને બંદરીય વિકાસની પ્રક્રિયાને કારણે સતત વિકસી રહેલા આ નગરને આધુનિક રમતગમત સંકુલ પ્રાપ્ત થવાના સંજોગો સર્જાયા છે. સુધરાઇ ના ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શરૂ થયેલી કામગીરી નું નિરીક્ષણ કરવા સાથે આ અંગેની વિગતો આપી હતી. આમેય સરેરાશ કરતા જ્યાં ક્રિકેટની રમતનો જવર સવિશેષ છે તેવા આ નગરના ક્રિકેટ રસિકો તેમજ રહેવાસીઓની આતુરતાના અંત હવે નજીક આવ્યો છે. માંડવી મુન્દ્રા વિસ્તાર ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી પૂર્વ નગરપતિ રચના બેન જોશી અને કિશોર સિંહ પરમાર ની મહેનત નગરને આ સંકુલ અપાવવામાં કામ આવી છે. તો આ પ્રયાસો અને રજૂઆતો બાદ આખરે શાસ્ત્રી મેદાનમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ના નિર્માણ ની કામગીરી નો પ્રારંભ થઈ ચૂક્યો છે મુખ્ય અધિકારી શ્રી વ્યાસ એ જણાવ્યું હતું કે 5કરોડ ના ખર્ચે નિર્માણ પામનારા આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માં ક્રિકેટ મેદાન ,પેવેલિયન ,પેવેલિયન માં ઘાસ ,જીમખાનું ,બોક્સ ક્રિકેટ ,વોક વે ,તેમજ રમત ગમત ક્ષેત્રે ક્રિકેટ ક્ષેત્રે આધુનિક એવું રમતનું મેદાન બનશે જે મુન્દ્રા વાસી ઓ માટે નવલું નજરાણું બની રહેશે ..
સુધરાઈના હાલના પ્રમુખ ભોજરાજ ભાઈ ગઢવી એ મુન્દ્રા ને આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ની ભેટ આપવા બદલ ધારાસભ્ય અનિરુધ્ધ ભાઈનો આભાર માન્યો હતો દરમ્યાન શાસ્ત્રી મેદાનમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ની કામગીરી ના નિરીક્ષણ દરમ્યાન સુધરાઇ ના રાજેશ ગઢવી ,સુખદેવ સિંહ જાડેજા ,રૂષિરાજ સિંહ જાડેજા ,મહેંદી જત વગેરે સાથે રહ્યા હતા
મુંદરાને મળશે આધુનિક રમતગમત સંકુલ

