આડેસર અને સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ કરાઈ બંધ

ઓનલાઇન પાસ છતાં વાહનોવાળા પાસેથી ગેરકાયદે ઉઘરાણીની ફરિયાદો વચ્ચે વન વિભાગનો નિર્ણય

કચ્છના પ્રવેશદ્વારે આડેસર અને સુરજબારી ફોરેસ્ટ ચેકિંગ નાકાઓને કાયમી ધોરણે બંધ કરવાનો વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વન સરક્ષક ડૉ. ધીરજ મિત્તલ અને DCF આયુષ વર્મા દ્વારા બ્રસ્તાચાર આ એ ગેરરીતિ જેવી બડીઓને નાબૂદ કરવા અને વહીવટી પારદર્શિતા લાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. વનતંત્રની આ બંને ચેક પોસ્ટ પરથી વાહનોને પાસ આપવાની તેમજ વાહનોની ચકાસણી કરવાની તમામ સત્તાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે બંને નાકાઓ પર ફરજ બજાવતા વનરક્ષકો અને સહાયકોની અન્ય બીટ વિસ્તારોમાં તાકીદે આંતરિક બદલી પણ કરવામાં આવી છે.