અબડાસા વિધાનસભા વિસ્તારમાં માનવ અને પશુ વસ્તીને ધ્યાને લઈ પાણી વિતરણ વ્યવસ્થા જરૂરી

જિલ્લા પાણી સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્ય દ્વારા રજૂઆત

ક્યાંય પણ પાણીની ઘટ કયા કારણોસર સર્જાય છે વગેરે કારણો દર્શાવવા સમસ્યાનું નિવારણ લાવી વહેલી તકે ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભુજ ખાતે જિલ્લા કલેકટર કચેરીમા જિલ્લા કલેકટર અનિલ રાણવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પાણી સમિતિ સિંચાઈ અને નર્મદા નિગમ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી હતી જે બેઠકમાં અબડાસા વિધાનસભા વિસ્તારમાં હાલની પરિસ્થિતિને જોઈને પીવાના પાણીની સમસ્યા અંગે માનવ વસ્તી તેમજ પશુ વસ્તીને ધ્યાને લઈ શું શું વ્યવસ્થા કરવામાં આવી છે ક્યાં ક્યાં પાણીની ઘટ છે વગેરે અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સૂચન કરી વહેલી તકે નિવારણ લાવી પાણીની કટોકટી નસર્જાય તે માટે અથાગ પ્રયાસો કરવા જરૂરી છે તેમ કહ્યું હતું. અબડાસા વિધાનસભાના નખત્રાણા, લખપત તેમજ અબડાસા વિસ્તારમાં અપૂરતા વરસાદના કારણે પાણીની તેમજ ઘાસની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે આ સમસ્યા નિવારવા માટે વહેલી તકે જવાબદાર દ્વારા પ્રયાસો કરવા માટે ધારાસભ્ય જાડેજાએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું કે હાલ કચ્છમાં અપૂરતા વરસાદને ધ્યાને લઈ પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે તે તંગીને નિવારમાં પાણી પૂરું પાડવા માટે શું શું આગોતરું આયોજન કર્યું છે અને કેટલા એમએલડી પાણીની ઘટ છે અને કયા કયા વિસ્તારોમાં પાણીની ઘટ છે વગેરે અંગે પૂછતાછ કરી હતી પૂરતા પ્રમાણમાં પાણીની ઘટ નિવારવા માટે સૂચન પણ કર્યું હતું.