થેલેસેમિયાના દર્દીઓ માટે કાર્યક્રમ

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે, દાતા ભાવિનભાઈ ખંડોર, ચાર્મી ક્રિએશન અને તુષારભાઈ દોશી માહી ક્રિએશન- દાદરના સહયોગથી ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો. ​સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા [વેલજી દાદા] ના અધ્યક્ષ સ્થાને અને નટવરલાલ ભાઈ વોરાના અતિથિ વિશેષ પદે નવચેતન પરિવારના સભ્યોએ થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમને બ્રાન્ડેડ વસ્ત્રો – ડ્રાયફ્રૂટ, ચોકલેટ વગેરે અપાયા હતા. મીનાક્ષીબેન મોતા, ભાવનાબેન જોશી, ડૉ. મોહિની બેન દાત્રાણિયા , પૂર્વીબેન નિર્મળ, રેખાબેન પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.