વવારમાં મહિલાઓનું જુગારધામ ઝપટે

10 મહિલા ઝડપાઈ, 64,600 રોકડા કબજે

જુગારની બદી નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સ્થાનિક ગુના શોધક શાખાએ મુન્દ્રા તાલુકામાં પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિલાઓ દ્વારા રમાતો તીનપત્તીનો જુગાર ઝડપી પાડ્યો હતો.
વવાર ગામે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 10 મહિલાને ઝડપી પાડી 64,600 રોકડા તથા ગંજીપાના કબજે કર્યા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ASI પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા શક્તિસિંહ ગઢવીને બાતમી મળી હતી કે નાગશ્રીબેન પાલુભાઇ ગઢવી, રહે. વવાર, પોતાના રહેણાક મકાનના આંગણામાં ખુલ્લી જગ્યામાં બહારથી મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડી રહી છે. સ્ટાફે તાત્કાલિક સ્થળ પર જઈ આ રેડ કરી હતી.
અંજના કલ્પેશગર ગોસ્વામી, રહે. ઓધવવંદનાની બાજુમાં, એરપોર્ટ રીંગ રોડ, ભુજ; સુંદરબા પથુભા સોઢા, રહે. બસ સ્ટેશનની બાજુમાં, મિર્ઝાપર, તા. ભુજ; પુજાબેન હમીરભાઇ આગરીયા, રહે. અંતરજાળ, આદિપુર, તા. અંજાર; સુમાબા વિશ્રામ ગઢવી, લાછબાઇ જખાભાઇ ગઢવી અને માંગબાઇ કરશન ગઢવી, રહે. વવાર, તા. મુન્દ્રા; વિરબાઇ નારાયણ ગઢવી, રહે. પુનમનગર, માંડવી; સંધ્યા દોલતભાઇ વાઘેલા, રહે. નાકા પાસે, વર્ધમાન નગર-1, તા. ભુજ; હંસા વિશ્રામ ગઢવી, રહે. ઉમિયા નગર, માંડવી, હાલે ઘાટકોપર, મુંબઈ તથા નાગશ્રીબેન પાલુભાઇ ગઢવી, રહે. વવાર, તા. મુન્દ્રા—એમ કુલ 10 મહિલને જુગાર રમવાના આરોપસર ઝડપાઈ હતી. તેમ પોલીસે જણાવ્યું હતું.
આ કામગીરીમાં સ્ટાફના પ્રધ્યુમનસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીનભાઇ જોષી, રાજદીપસિંહ ગોહિલ, શ્યામભાઇ ગઢવી, મહેશભાઇ ચૌહાણ તથા પ્રિયંકાબેન ચંગાણી જોડાયા હતા.