ADMIN

કારમાં છુપાવેલા દારૂ સાથે મજૂર ઝડપાયો

માંડવી પોલીસે 39 બોટલ સહિત 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો માંડવી પોલીસે શહેરના પાદરમાં ગઢશીશા ત્રણ રસ્તા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી આઈ. 20 કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ સાથે કાર સહિત 1,61,300નો મુદ્દામાલ કબજે થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ પેટ્રોલિંગ દરમિયાન ગઢશીશા ત્રણ રસ્તા પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચંદ્રેશ…

Read Full News

ભુજમાં બે સમાજ કલ્યાણ નિરીક્ષક લાંચમાં ઝડપાયા

આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવા લાંચ માગ્યાનો આરોપ ભુજમાં બહુમાળી ભવન ખાતે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષક ચાર હજારની લાંચ લેતા એસીબીના ઝડપાયા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનની સહાયના અલગ-અલગ હપ્તા જમા કરાવી આપવા માટે બંને કર્મચારીઓએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હોવાની…

Read Full News

કચ્છના વરિષ્ઠ પત્રકાર મધુકાંત રાયસોનીનો જીવનદીપ બુજાયો

92 વર્ષની જૈફ વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ કચ્છના જૂની પેઢીના અને પીઢ પત્રકાર તથા વર્ષો સુધી કચ્છ સત્તા સાપ્તાહિક પત્રના તંત્રી તરીકે કાર્યરત રહેલા મધુકાન્ત રાયસોનીનું મુંબઈ ખાતે જૈફ વયે શનિવારે અવસાન થયું હતું. તેમની વય 92 વર્ષની હતી. કચ્છના અખબાર ક્ષેત્રના સભ્યોએ વરિષ્ઠ, મિલનસાર અને અનુભવી પત્રકારને ગુમાવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી છે….

Read Full News

સેવાસેતુથી લોકો અને તંત્રો વચ્ચે વિશ્વાસ સર્જાય

અંજારમાં યોજાયેલા કાર્યક્રમમાં તમામ અરજીનો હકારાત્મક નિકાલ રાજય સરકારનાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બી. છાંગના અઘ્યક્ષ સ્થાને પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાનાં હેતુથી નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો કે જે રાજય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોનાં સ્થાનિક તાલુકાનાં અઘિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોઇ તે ઘ્યાને લઇ આવી રજુઆતોનો સ્થળ ઉ૫ર…

Read Full News

મુંદરામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘પાંજી નવરાત્રી મહોત્સવ’

રાસનો રંગ અદાણીની. સંગાથે’ થીમ સાથે નિઃશુલ્ક આયોજન શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરામાં નિઃશુલ્ક ‘પાંજી નવરાત્રી મહોત્સવ’ યોજાશે. ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીની સંગાથે’ની થીમ સાથે યોજાનારા આ મહોત્સવમાં ભક્તિ, ઉત્સાહ અને ગુજરાતી પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે. મુંદરા-ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ સિનેમા નજીક યોજાનારા આ મહોત્સવમાં મુંદરા શહેર અને તાલુકા…

Read Full News

અદાણી બંદરનું નવું સીમાચિહ્ન એક માસમાં 309956 કન્ટેઈનરનું કરાયું હેન્ડલિંગ

એક જ મહિનાનો પોતાનો જ ઓગસ્ટ 26નો જૂનો વિક્રમ તોડ્યો મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં 105 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સાથે જ સપ્ટેમ્બર દરમિયાન કન્ટેનર ટર્મિનલ 3 ખાતે 3,09,955 કન્ટેનર હેન્ડલ કરીને એક જ મહિનામાં સૌથી વધુ કન્ટેનર હેન્ડલિંગનો નવો રાષ્ટ્રીય…

Read Full News

હડપ્પન સાઇડ ધોળાવીરાને ‘એ’ કેટેગરીનો દરજ્જો

તાજમહેલ અને લાલ કિલ્લાની શ્રેણીમાં હવે કચ્છનું પુરાતત્વીય સ્થળ વિશ્ર્વ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતા યુનેસ્કોમા સમાવિષ્ટ કચ્છના ખડીર પંથકના ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં, કેટેગરી – Aનો દરજ્જો આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર ના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્ચ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતું ખડીર દ્વિપ સમુહનું ધોળાવીરા…

Read Full News

માંડવીની સંસ્થાને મુંબઈના દાતા તરફથી દાન

માંડવીમાં કાર્યરત ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મુંબઈના દાતાઓ તરફથી દાન મળ્યું હતુ. સ્વ. પ્રભાવતીબેન વૃજલાલ શાહના સ્મરણાર્થે પ્રદીપભાઈ વી. શાહ (ઘાટકોપર – મુંબઈ) અને સ્વ. ઝવેરબેન ચુનીલાલ શાહ (ઘાટકોપર – મુંબઈ)ના સ્મરણાર્થે ભુપેન્દ્રભાઈ જે. શાહ તરફથી દાનના ચેક માંડવી છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહને…

Read Full News

ચોરોએ તિજોરી ઉઠાવી, પણ ન ઉપાડી શક્યા

વિથોણમાં ખેતાબાપા સંસ્થાનની ઓફિસમાં બનેલી ઘટના, CCTVમાં દેખાયા આરોપી નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપા સંસ્થાનના કાર્યાલયમાં તસ્કરો દ્વારા તિજોરી ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે.મધરાતે બનેલી ઘટનામાં ત્રણ શખ્સએ ઓફિસમાંથી આખેઆખી તિજોરી બહાર કાઢી હતી, પરંતુ તેને સ્થળ પરથી લઈ જવામાં સફળ ન થતાં કંપાઉન્ડ વૉલ પાસે લારી પર મૂકીને તેઓ ફરાર થઈ ગયા…

Read Full News

ભાવનગર ઝેરી દારૂકાંડમાં ભુજનું જોડાણ

લાતુરથી આરોપી ઝડપાયો, પેકિંગ સામગ્રીની જવાબદારી હોવાનું ખુલ્યું ભાવનગર જિલ્લાના ખરકડી ગામે ઓગસ્ત માસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૧૩ જણનાં મોત નિપજાવનારા ચકચારી કાંડમાં હવે ભુજ કનેક્શન બહાર આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેંદગઢના ૨૨ વર્ષીય લાડુરામ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલને મહારાષ્ટ્રના લાતુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા મુજબ…

Read Full News