ભુજમાં બે સમાજ કલ્યાણ નિરીક્ષક લાંચમાં ઝડપાયા

આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવા લાંચ માગ્યાનો આરોપ

ભુજમાં બહુમાળી ભવન ખાતે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષક ચાર હજારની લાંચ લેતા એસીબીના ઝડપાયા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનની સહાયના અલગ-અલગ હપ્તા જમા કરાવી આપવા માટે બંને કર્મચારીઓએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હોવાની ફરિયાદના આધારે ભુજ એસીબીએઆ ટ્રેપ ગોઠવી હતી. આ કેસમાં આરોપી આસિફ મુસ્તાફા કુરેશી સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિત તરીકે સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (વિકસિત જાતિ) અને કાનજી અરવિંદભાઈ ભટ્ટી સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિતને પકડાયા છે. સમગ્ર કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી જે.જે. ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર, ભુજ એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.