92 વર્ષની જૈફ વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
કચ્છના જૂની પેઢીના અને પીઢ પત્રકાર તથા વર્ષો સુધી કચ્છ સત્તા સાપ્તાહિક પત્રના તંત્રી તરીકે કાર્યરત રહેલા મધુકાન્ત રાયસોનીનું મુંબઈ ખાતે જૈફ વયે શનિવારે અવસાન થયું હતું. તેમની વય 92 વર્ષની હતી. કચ્છના અખબાર ક્ષેત્રના સભ્યોએ વરિષ્ઠ, મિલનસાર અને અનુભવી પત્રકારને ગુમાવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી છે.
પત્રકારત્વ ક્ષેત્રે 55 વર્ષથી વધુ સમય સુધી કાર્ય દરમ્યાન અનેક રાજકીય હસ્તીઓ સાથે પારિવારિક ઘરોબો ધરાવતા મધુભાઈ એ કચ્છના પ્રશ્નોને રજૂ કરવામાં નોંધનીય કાર્ય કર્યું હતું. કચ્છ સતા સાપ્તાહિક અને તેના વાર્ષિક અને ખાસ અંકો તેમની આગવી ઓળખ બની રહ્યા હતા. મધુકાંતભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી મુંબઇ સ્થાયી થયા હતા. આ દરમ્યાન તેમનો કચ્છ સાથેનો નાતો અવિરત જોડાયેલો રહ્યો હતો.

