ADMIN

લલિયાણામાં સેવા સેતુ કાર્યક્રમ

ભચાઉ તાલુકાના લલિયાણા ગામેં સેવા સેતુ કાર્યક્રમ રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થને યોજાયો હતો. ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે માર્ગદર્શન સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

Read Full News

રાપર તકિયા વાસ આંગણવાડી ખાતે કાર્યક્રમો યોજાયા

રાપર પોલીસ ક્વાર્ટર પાસે તકિયા વાસ આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો રાપર શહેર ભાજપના મંત્રી મનોરમા સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ પદે નર્મદાબેન સોલંકી રહ્યા હતા આંગણવાડી વર્કર સ્મિતાબેન સુખડીયા તથા વિસ્તારના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ મનોરમા સોલંકી , નર્મદાબેન સોલંકીએ બાળકોને ઈનામ વિતરણ કર્યું હતું. બાળકોએ વિવિધ સાંસ્કૃતિક…

Read Full News

માંડવી તપગચ્છ જૈન સંઘએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો

વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક વર્ગ જોડાયો માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદી ઠાણા-૩ ની હાજરીમાં રવિવારના શીતલ-પાર્શ્વ જિનાલયમાં કલાપ્રભસૂરી આરાધના ભવન માંડવી ખાતે પર્યુષણ પર્વના કર્તવ્યરૂપ સ્નાત્ર મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ સ્નાત્ર મહોત્સવમાં બાલિકાઓ દ્વારા ૧૪ સપના ડાન્સ, ૫૬ દીકકુમારીકાનો ડાન્સ તેમજ પ્રભુજીના ફઈબા, માસીઓ તેમજ પરમાત્માની…

Read Full News

ભુજમાં વિષ્ણુ પૂજન સહિતનો કાર્યક્રમ યોજાયો

પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળનું આયોજન ભુજમાં પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વિષ્ણુ પૂજન સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ગીતાજી અધ્યાયના પાઠ પઠન – શ્રવણનો ત્રિવેણી સંગમ સમાન ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ ધાર્મિક આયોજન મુંદરા રિલોકેશન સાઇડ સ્થિત સોમનાથ…

Read Full News

વાગડના મુંબઇગર જૈન દાતા તરફથી પાંચ લાખના વસ્ત્રોનું દાન

દિવાળીના તહેવારોમાં વસ્ત્રો જરૂરતમંદોના દ્વારે જઈ વિતરણ કરશે નવચેતન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર-ભુજને તાજેતરમાં રાપર તાલુકાના ફતેહગઢ ગામના વતની અને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર જૈન દાતા ભાવીનભાઈ ખંડોર ચાર્મી ક્રિએશન-દાદર વાળા તરફથી જરૂરતમંદોને વિતરણ કરવા માટે રૂપિયા પાંચ લાખની કિંમતના બ્રાન્ડેડ વસ્ત્રોનું દાન મળ્યું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા અને પ્રોજેકટ…

Read Full News

માંડવીમાં ઓપન કચ્છ કરાઓકે સીંગીંગ સ્પર્ધા યોજાઈ

ભુજ, મુન્દ્રા અને માંડવીના સ્પર્ધકો વિજેતા બન્યા એન.વી. ઈવેન્ટ્સ અને એન.વી. કરાઓકે સ્ટુડીયો દ્વારા ‘ઓપન કચ્છ કરાઓકે સીંગીંગ કોમ્પીટીશન-૨૦૨૬ની ફાઈનલ માંડવીમાં ટાગોર રંગભવનના પટાંગણમાં યોજયહતી. આ સ્પર્ધામાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભુજ, ગાંધીધામ, ઘુડુલી સહિતના ગામોમાંથી ગાયક કલાકારોએ ભાગ લીધો હતો. આયોજક નીરવ શાહ, હર્ષિદાબેન સંઘવી, નિહીતભાઈ ભીંડે અને મીહીરભાઈ શાહના જણાવ્યા મુજબ, ૧૫ વર્ષથી ઉપરના…

Read Full News

રાજ્યપાલએ મોટા કપાયામાં ખેડૂતો સાથે કર્યો સંવાદ

​પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધે કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ વાલાણીના નર નારાયણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે દિનેશભાઈના ખેતરમાં લહેરાતા કેળ, શેરડી, મકાઈ, અંજીર,…

Read Full News

ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થીને ચેકના કેસમાં કેદ અને દંડની સજા

  નીતિન કેશવાણીને ત્રણ કેસમાં અને પત્ની એક કેસમાં ઠર્યા દોષિત, ભુજ ચીફ કોર્ટનો ચુકાદો ભુજ: સોળ લાખ રૂપિયાના મૂલ્યના જુદાજુદા ચાર ચેક બેંકમાંથી પરત ફરવાના મામલે ઊભા થયેલા નેગોશિયેબલ ધારાના અલગઅલગ ચાર કેસમાં ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થી નીતિન વસંતલાલ કેશવાણી અને તેમના પત્ની હેમાલીબેન નીતિન કેશવાણીને. તકસીરવાન ઠેરવીને અત્રેની અદાલતે નીતિન કેશવાણીને…

Read Full News

ભચાઉમા સ્વચ્છતા અભિયાન

ભચાઉ ખાતે સ્વચ્છતા માટે જન આંદોલનનું આહવાન કરાયું હતું. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2026 અતર્ગત ભચાઉ કંથડનાથજી મહારાજના મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા,તાલુકા હોદેદારો પદાધિકારીઓ સદસ્યો સરપંચો ઉપસરપંચો સામાજિક અને રાજકીય આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Read Full News

સમાખીયાળી નજીક સેવા કેમ્પ શરૂ

ભચાઉ તાલુકામાં સામખીયારી આરટીઓ ચેકપોસ્ટ પાસે જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ જાડેજા દ્વારા આયોજિત આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પને શરૂ કરાયો હતો. રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિહ જાડેજાના હસ્તે આ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Read Full News