માંડવી પોલીસે 39 બોટલ સહિત 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
માંડવી પોલીસે શહેરના પાદરમાં ગઢશીશા ત્રણ રસ્તા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી આઈ. 20 કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ સાથે કાર સહિત 1,61,300નો મુદ્દામાલ કબજે થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ પેટ્રોલિંગ દરમિયાન ગઢશીશા ત્રણ રસ્તા પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચંદ્રેશ રમેશ કોલી, રહે. ગોધરા, દુર્ગાપુરથી માંડવી તરફ કારમાં દારૂનો મુદ્દામાલ લઈને આવવાનો છે. પોલીસે નવા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. કારને રોકી તપાસ કરતાં કારની પાછળની ડેકીમાંથી બે ખોખા મળી આવ્યા હતા. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમ પોલીસે કહ્યું હતું.

