એક જ મહિનાનો પોતાનો જ ઓગસ્ટ 26નો જૂનો વિક્રમ તોડ્યો
મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં 105 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સાથે જ સપ્ટેમ્બર દરમિયાન કન્ટેનર ટર્મિનલ 3 ખાતે 3,09,955 કન્ટેનર હેન્ડલ કરીને એક જ મહિનામાં સૌથી વધુ કન્ટેનર હેન્ડલિંગનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે, આ સિદ્ધીએ ઓગસ્ટ 2026ના પોતાના જ 3,07,329 કન્ટેનરના રેકોર્ડને અદાણી બંદરે તોડ્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ માટે જવાબદાર બનેલા મુખ્ય આકર્ષણોમાં વૈશ્વિક કક્ષાની કામગીરીની અહમ ભૂમિકા રહી છે. આ રેકોર્ડ મુન્દ્રા પોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા, આધુનિક ટેકનોલોજી અને સુસંગત આયોજનને દર્શાવનારું બની રહ્યું છે. વિશાળ રેલ અને રોડ નેટવર્કને કારણે ઉત્તર ભારતના રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર માટે કચ્છનું આ મહાબંદર સૌથી વધુ પસંદગીનું કન્ટેનર ગેટવે બન્યું છે. તો મલ્ટી-કાર્ગો ક્ષમતાથી પોર્ટ પર કોલસા, ક્રૂડ ઓઈલ, LNG, ખાતર, કૃષિ ઉત્પાદનો, ઓટોમોબાઈલ અને સ્ટીલ જેવા તમામ પ્રકારના કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવે છે. તેવી વિગતો અપાઈ છે.

