હડપ્પન સાઇડ ધોળાવીરાને ‘એ’ કેટેગરીનો દરજ્જો

તાજમહેલ અને લાલ કિલ્લાની શ્રેણીમાં હવે કચ્છનું પુરાતત્વીય સ્થળ

વિશ્ર્વ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતા યુનેસ્કોમા સમાવિષ્ટ કચ્છના ખડીર પંથકના ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં, કેટેગરી – Aનો દરજ્જો આપવામાં આવ્યો છે
કેન્દ્ર સરકાર ના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્ચ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતું ખડીર દ્વિપ સમુહનું ધોળાવીરા હવે તાજમહેલ અને લાલ કિલ્લા જેવા દેશના મહત્વના સ્મારકોની શ્રેણીમા નવા નિયમો હેઠળ આવશે. ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે વધુ કડક જોગવાઈ કરવામાં આવી છે તેવી વિધિવત ઘોષણા કરાઈ છે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર નિયંત્રણ રહેશે
નિયંત્રિત વિસ્તારમાં બાંધકામ માટે સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી જરૂરી લેવાની રહેશે તો ધોળાવીરા ખાતે પ્રવેશ ફી અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે પણ નવા નિયમો લાગુ થશે સ્મારક વિસ્તારમાં અનધિકૃત રીતે પ્રવેશ અથવા નુકસાન પહોંચાડવા સામે કાર્યવાહી થઈ શકશે. તેવું જણાવાયું છે.
નવી વ્યવસ્થા મુજબ પર્યટન અને સંશોધન માટે ધોળાવીરાનું મહત્વ વધશે ધોળાવીરાને કેટેગરી-Aનો દરજ્જો મળતાં કચ્છના ઐતિહાસિક વારસાને વધુ રાષ્ટ્રીય મહત્વ મળશે.