ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુજના પૂર્વ નગરપતિ સ્વ. કુંદનભાઈ ધોળકિયાની ૧૦૬મી જન્મ જયંતી ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઇ હતી ટાઉનહોલ નજીક આવેલી સ્વની પ્રતિમા સમક્ષ વંદના કરાઈ હતી. ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વંદના કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા વતી નગરપતી શીતલભાઇ શાહ, કુંદનલાલ ધોળકિયા સ્મારક સમિતિના અવિનાશભાઈ વૈદ્ય , ચંદ્રવદનભાઈ પટણી તેમજ હેમાંગ પટણી, સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી વગેરેએ વંદના કરી હતી. વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.
ગાંધીવાદી નેતાને શ્રધ્ધાસુમન

