હવે મુંદારાથી અમદાવાદ હવાઈ સેવા

મુંદ્રા સ્થિત અદાણી એરપોર્ટ પરથી હવાઈ મુસાફરીની સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે મુન્દ્રા મારફતે કચ્છ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હી, ગોવા, મુંબઈ, સુરત સહિતના વિવિધ શહેરો માટેની હવાઈ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે મુંદ્રાને અમદાવાદ સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. સ્ટાર એર દ્વારા આગામી 17 ઓગસ્ટથી મુંદ્રા-અમદાવાદ વચ્ચે નિયમિત ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. મુંદ્રા એરપોર્ટ પરથી અગાઉથી જ વિવિધ શહેરો માટે હવાઈ સેવાઓ કાર્યરત છે. હવે અમદાવાદ જેવા મહત્વના શહેર સાથે સીધી ફ્લાઈટ શરૂ થતાં વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ અન્ય મુસાફરોને ઝડપી અને અનુકૂળ મુસાફરીની સુવિધા મળશે. તેવી આશા સેવાઇ રહી છે. આ નવી સેવામાં અઠવાડિયામાં બન્ને બાજુથી ત્રણ–ત્રણ ટ્રીપ ઉડાન ભરશે.