110થી વધુ લાભાર્થીએ સેવાનો લાભ લીધો
ભુજ તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી બે દિવસીય મેગા કેમ્પ યોજાયો હતો.
કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી તથા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં 110થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ તેમજ યોજનાઓના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. સાથે જરૂરી માર્ગદર્શન અને સેવા પણ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી ખંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ‘ભુજ વિકસિત ભારત જનસેવા’ શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત કાયમી ધોરણે વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ લાભાર્થીઓના ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નિઃશુલ્ક ભરી આપવામાં આવશે.
સોમવારથી ગુરુવાર તથા શનિવાર:
સવારે 10:00 થી 12:00 અને સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી હોસ્પિટલ રોડ, ભુજ વાયબલ હોસ્પિટલની સામે આ સેવા કાયમી ધોરણે ચાલુ રહેશે. તેવું ટ્રસ્ટે જણાવ્યું છે.

