સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે હેવી-ડ્યૂટી ઇલેક્ટ્રિક ટ્રકોનું પ્રસ્થાન, માર્ચ 2027 સુધી 410 ઇલેક્ટ્રિક ટ્રક થશે તૈનાત
પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન લોજિસ્ટિક્સ ક્ષેત્રે અદાણી સિમેન્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કચ્છમાં અબડાસા સ્થિત સાંઘી સિમેન્ટ પ્લાન્ટ ખાતે કંપનીએ પોતાના પ્રથમ હેવી-ડ્યૂટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી આપી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા માલ પરિવહનનો પ્રારંભ કર્યો છે.
આ પહેલથી સિમેન્ટ ઉદ્યોગમાં સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. તેવી વિગતો આપતા કંપનીની યોજના મુજબ માર્ચ 2027 સુધીમાં કુલ 410 ઇલેક્ટ્રિક ટ્રકો તૈનાત કરવામાં આવશે. આ ઇવી ફ્લીટના ઉપયોગથી દર વર્ષે 25,000 ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ ઘટાડો વાર્ષિક આશરે 1.1 કરોડ લિટર ડીઝલની બચત સમાન ગણાશે. તેવું જણાવાયું હતું.

