મરીન કમાન્ડોની કચ્છ સરહદે સઘન તપાસ અવિરત

શંકાસ્પદ હિલચાલ સહિતની બાબતો ઉપરની નજર તેજ બનાવાઈ

મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા રવિવારે કચ્છના સરહદી અબડાસા અને લખપત તાલુકાના મોહાડી, નિમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી, કરમટા, એ.બી.જી. જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ડી.વાય.એસ.પી. આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં ખાસ ડ્રાઈવ યોજાઈ હતી.

આ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી બોટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.અને માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો ઉપર ખાસ નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.

મરીન ટાસ્ક ફોર્સના અધિક મહાનિર્દશક અમિત વિશ્વકર્મા તેમજ ડી.આઈ.જી. એ. એમ. મુનિયા અને એસ.પી. એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં આ ખાસ ડ્રાઇવ યોજાઈ હતી.