ભુજ: નવી જથ્થાબંધ બજારમાં લાભપાંચમે કાંટા-પૂજન, સાત કરોડના વેપારની સંભાવના

ભુજ નવી જથ્થાબંધ બજારમાં લાભપાંચમે કાંટા-પૂજન, સાત કરોડના વેપારની સંભાવના

વિવિધ જણસના ધારાસભ્યએ મુહરત કરાવ્યા બાદ પરંપરાગત સોદા ખરીદી

ભુજ ગ્રેઈન એન્ડ સીડ્સ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન સંચાલિત ભૂકંપગ્રસ્ત ભુજ બજાર નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ જથ્થાબંધ બજાર ખાતે લાભપાંચમના પર્વે પરંપરાગત કાંટા-પૂજન તથા ભુજંગદેવની પૂજા-અર્ચના સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ બજારના પ્રમુખ મેહુલભાઈ આર. ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને પૂર્વ પ્રમુખ સ્વ. અરવિંદભાઈ હિરજી ઠક્કરને પુષ્પાંજલિ અપાઈ હતી.

આ પ્રસંગે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ ઘનશ્યામભાઈ શાહ, ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, જૈન ઓસવાળ જ્ઞાતિ પ્રમુખ હિમંતભાઈ ઝવેરી, વર્ધમાન નગર જુમેડી સરપંચ રોનિત શાહ, ભુજ કોમ. બેંકના ચેરમેન હિતેશભાઈ ઠક્કર, જથ્થાબંધ બજાર ટ્રસ્ટી ભગવાનદાસભાઈ ઠક્કર અને મનજીભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર દ્વારા પૂર્વ પ્રમુખ સ્વ. અરવિંદભાઈ ઠક્કરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું.

કાંટા-પૂજન પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે વેપારી કિશોરભાઈ ઘનશ્યામ પાસેથી ૩૧,૦૦૦ના ભાવે મગની ખરીદી કરી મુહૂર્તના વેપારની શરૂઆત કરાવી હતી અને નવું વર્ષ તમામ માટે નફાકારક તથા લાભદાયી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

લાભપાંચમના આ મુહૂર્તના દિવસે મગ, અડદ, ગોળ, ખાંડ, ચોખા, ખાદ્યતેલ, ઘઉં, બાજરો, જુવાર, તુવેર, એરંડો સહિતની તમામ જણસીઓમાં મળીને અંદાજે સાત કરોડના વેપાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું સન્માન મેહુલભાઈ ઠક્કર, રમેશભાઈ પટેલ, કાંતિભાઈ ગગવાણી, હસમુખભાઈ ઠક્કર, મુકેશભાઈ શાહ, અભયભાઈ શાહ તથા કિરીટભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. દામોદરભાઈ કરવા, હિંમતભાઈ ઠક્કર, હિતેશ શાહ, બી.જે. ગોર અને મુકેશભાઈ કક્કડ સહિતના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન દામોદરભાઈએ, આભારવિધિ રમેશભાઈએ તેમજ સમગ્ર સંચાલન હિતેશ ઠક્કરે કર્યું હતું