રાપરમાં આનંદ મેળો – એક્ઝિબિશન

રાપર લોહાણા મહાજન વાડી ખાતે રાપર લોહાણા મહા પરીષદ મહિલા પાંખ દ્વારા રાપર મહિલા પાંખ ના પ્રમુખ ડો.યોગીતાબેન ઠકકર , ઉપપ્રમુખ સોનલબેન ભીંડે, મહામંત્રી તેજલબેન મીરાણી અને રંજનબેન કે.રાજદે ના વડપણ હેઠળ આનંદ મેળો અને એક્ઝિબિશનન યોજાયું હતું. જેમાં વીસથી વધારે સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતા. રાપર લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ ચંદે , લોહાણા મહા પરીષદ રાપર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે યુવક મંડળના પ્રમુખ મહેશ ચંદે , મહામંત્રી કલ્પેશ રાજદે , મહિલા મંડળના સરસ્વતીબેન ચંદે, વિગેરે સહભાગી થયા હતા.