ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમે ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં ચાઇનાકલે અને સિલિકા સેન્ડ ખનિજના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન કુલ સાત ડમ્પર મોમાઈ ચાઈના કલેના સ્ટોક વિસ્તાર ખાતે જપ્ત કરીને મોમાઈ ચાઈના કલેની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યાં છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૨ કરોડ જેટલી છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ભુજ દ્વારા આ પ્રકરણમાં કાયદાકીય નિયમોનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન તથા ખનિજ સંગ્રહ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવું જણાવાયું છે.