ભુજમાં પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ દ્વારા કન્યા પૂજન સહ બટુક પૂજન અને રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. મંડળના પ્રમુખ શિલ્પાબેનના માર્ગદર્શન હેઠળ તેમજ મંત્રી મનિષાબેન અને ખજાનચી મીનાક્ષીબેનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .મંડળના સભયોએ કન્યાઓ અને બટુકોનું પૂજન કર્યું હતું. બાળકોને મંડળ વતી તથા મીનાક્ષીબેન એન. ગોર અને કાજલબેન તરફથી ભેટ-સોગાદો અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓએ પરંપરાગત ગરબા રમવાનો આનંદ માણ્યો હતો. હેતલબેન મેહુલભાઈ ગોર તરફથી મનોરંજક ‘મ્યુઝિકલ હાઉજી’ રમત યોજાઈ હતી. વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. દીનાબેન, દમીબેન, દીપ્તીબેન, કાજલબેન, નિર્મળાબેન, હેતલબેન, પુષ્પાબેન , કલ્પનાબેન , કોમલબેન, પૂર્ણિમાબેન, લતાબેન, શીલાબેન, હીનાબેન ગોર
સહિતે સહયોગ આપ્યો હતો.
કન્યા અને બટુક પૂજન સાથે રાસગરબા

