માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત, નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીને સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.મધુકરભાઈ રાણાએ સંસ્થાના વિકાસ માટે તાજેતરમાં રુપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું દાન આપ્યું હતું. ટ્રસ્ટી મંડળની બેઠકમાં સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવીને, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. રાણા અને સરોજબેન રાણાએ દાનનો ચેક અર્પણ કર્યો હતો. સંસ્થાના સિનિયર ટ્રસ્ટી ઈશ્વરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા તથા ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ દિનેશભાઈ શાહ, વી.કે.સોલંકી, નરોતમભાઈ ધોળું, હિતેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપક દ્વારા સંસ્થાને ૧.૧૧ લાખનું દાન.

