સર્જનાત્મકતા અને કૌશલ્ય બહાર લાવવા માટેનો પ્રયાસ
ભુજ વાગડ બે ચોવીસી યુવતી મંડળ દ્વારા આરટીઓ વાડી ભુજ ખાતે પ્રમુખ નેહલબેન શેઠના અધ્યક્ષસ્થાને ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’ યોજાયું હતું. બે દિવસીય આ પ્રદર્શનને પ્રતિસાદ મળ્યો હતો. યુવતી મંડળનાં મંત્રી નિરાલીબેન પારેખએ સ્વાગત કર્યું હતું. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબીયા, મહિલા મંડળનાં પ્રમુખ જયશ્રીબેન ખંડોર તથા યુવક મંડળનાં પ્રમુખ આશિષભાઈ બાબરીયા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે કાશ્મીરાબેન મહેતા રહ્યા હતા.
પ્રદર્શન દરમિયાન વિવિધ પ્રકારના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા, જેને મુલાકાતીઓએ નિહાળ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન દર્શના મોરબીયા, અદિતિ મહેતા તથા સિદ્ધિ જોટાએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. યુવતી મંડળનાં કારોબારી સભ્યોએ પણ જહેમત ઉઠાવી હતી. આ ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’ સમાજની યુવતીઓની સર્જનાત્મકતા, વ્યવસ્થાપન કૌશલ્ય અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતું સફળ આયોજન બની રહ્યું હતું.તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

