હોમિયો. દવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય

માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, સેવામંડળના દવાખાનામાં મંછારામ બાપુના વાડામાં શનિવારના હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૨૭મો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નવ ગામના ૧૧૪ લોકોએ લાભ લીધો હતો.
ડો.મનોજભાઈ માકાણી (એમ.ડી.)એ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય છે. કેમ્પમાં ડો. માકાણી, ડો.ઉષાબેન ભાલીયા, ડો.પ્રિયંકાબેન ઝાલા, ડો.નેહલભાઈ પટેલ અને ચાંદનીબેન ઝાલા દ્વારા ૧૧૪ દર્દીઓનું નિદાન કરીને માર્ગદર્શન અપાયું હતું. દર્દીઓને એક માસની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ભગવતીપ્રસાદ મોથારાઈ, ચંદ્રેશભાઇ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે જહેમત ઉઠાવી હતી. સેવામંડળ સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી, અને રેખાબેન સોની સહયોગી રહ્યા હતાં.