Headlines

ભચાઉ ના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તલેની શુભેરછા મુલાકાત

ભચાઉ ના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તલેની વાગડ વિકાસ સંઘના મંત્રી ભચાઉના મહેશ શાહએ શુભેરછા મુલાકાત લીધી હતી . શ્રી શાહે નવનિયુક્ત અધિકારીને વાગડ વિકાસ સંઘની પ્રવૃતિ થી માહિતગાર કર્યા હતા. પ્રાંત અધિકારીએ ટૂંક સમયમાં કંથકોટ ખાતે ચાલતી સંસ્થાની પ્રવૃતિ નિહાળવા મુલાકાત લેવા ની ખાતરી આપી હતી

Read Full News

ભુજમાં કાકા-ભત્રીજા પર છરીથી હુમલો

હરસિધિનગરની ઘટના, પાડોશી યુવકનો હુમલો ભુજના હરસિધિનગર નવી રાવલવાડીમાં ભત્રીજાને ગાળો આપવન મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર પાડોશી યુવકે છરી વડે હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. હુમલામાં હિંમતસિંહ રાઠોડને છાતી, પીઠ, ડાબી કમર તથા પાંસળીના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા ભાવુભા વિશનજી રાઠોડના જમણા હાથની હથેળીમાં…

Read Full News

ન ઓ.ટી.પી. મળ્યો, ન લિંક ખોલી છતાં રૂપિયા છુ

ખાવડાના વેલ્ડિંગ કામદાર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા ભુજ તાલુકાના સારહદી મથક ખાવડા ખાત રહેતા અને વેલ્ડિંગનું કામ કરતા દિનેશકુમાર પ્રવિણચંદ્ર આદીવાર સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ છે. છે. તેમના બેન્ક ખાતામાંથી તેમની જાણ બહાર 50,000 તબદીલ થઈ જતા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. દિનેશકુમાર આદીવારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.05/09/ના રાત્રે આશરે 11 વાગ્યે…

Read Full News

કોલેજને મંજૂરીથી રબારી સમાજ ખુશ

શિક્ષણ ક્ષેત્રે વિકાસ સાથે નવી તકની લાગણી વ્યક્ત અંજારના ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ સંચાલિત કુંવરબાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ સાયન્સ કોલેજને સરકાર દ્વારા મંજૂરી મળતા અંજાર રબારી સમાજના આગેવાનો દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની મુલાકાત કરી આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મંજૂરીથી અંજાર સહિત સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ…

Read Full News

કચ્છ, કચ્છીઓ અને કચ્છીયતના હામી અગ્રણી હેમરાજભાઈ શાહની ચીરવીદાય

અનેકવિધ ક્ષેત્રમાં નોંધનીય યોગદાન રહ્યું, અંજલિ અપાઈ મહાનગર મુંબઈને કર્મભૂમિ બનાવનારા કચ્છી અગ્રણી કચ્છ શક્તિના સ્થાપક અને તંત્રી હેમરાજભાઈ શાહનું મંગળવારે મુંબઈમાં અવસાન થતા શોકની લાગણી ફેલાઇ છે. સદગત જીવનપર્યંત કચ્છ, કચ્છી ભાષા અને કચ્છીયત સહિત ગુજરાતી સમાજ માટે પ્રવૃત રહ્યા હતા. મૂળ વાગડના લાકડીયા ગામના હેમરાજભાઈ વતની હતા. મુંબઈમાં આજે મંગળવારે તેમણે અંતિમ શ્વાસ…

Read Full News

મોંઘવારી મામલે ભુજમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

દેશ અને રાજ્યમાં સતત વધી રહેલી મોંઘવારી અને વર્તમાન સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં મંગળવારે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યુબિલી સર્કલ ખાતે એકત્રિત થયેલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ નારા લગાવી વર્તમાન સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન પ્રચાર માધ્યમો સાથે વાતચીત…

Read Full News

જળસંચય–ભૂગર્ભ જળ વધારવા નક્કર આયોજન કરવા તાકીદ

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં સમાહર્તાની સમીક્ષા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મંગળવારે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિલંબીત ચોમાસાના કારણે કચ્છ જિલ્લામાં પાણીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા આગામી આયોજન, વૈકલ્પિક વ્યવસ્થા, ડેમોમાં પાણીનો સ્ટોક અને તેની…

Read Full News

અદાણી પોર્ટેનો કાર્ગો હેન્ડલિંગમાં નવો કીર્તિમાન

ઓગસ્ટ 2026માં એતિહાસિક 18.60 મિલિયન મેટ્રિક ટન હેન્ડલિંગ નોંધાયું અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટે ઓગસ્ટ 2026 દરમિયાન અનેક ઓપરેશનલ સિદ્ધિઓ હાંસલ કરી નવી ઉદ્યોગસાહસિક સિદ્ધિઓ હસ્તગત કરી છે મુંદ્રા પોર્ટે અત્યાર સુધીનો સર્વોચ્ચ 18.60 મિલિયન મેટ્રિક ટન માસિક કાર્ગો થ્રૂપુટ નોંધાવ્યો છે. આ સાથે જ, પોર્ટે ઓગસ્ટ મહિનામાં 8,19,046…

Read Full News

પ્રધાનમંત્રી દ્વારા વડોદરામાં 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આદરણીય મહાનુભાવોનું ઉષ્માભર્યું અભિવાદન કરીને પ્રધાનમંત્રીએ તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આ ભવ્ય પ્રસંગે પ્રત્યક્ષ રીતે અને ઓનલાઇન માધ્યમો દ્વારા જોડાયેલા નાગરિકોનું સ્વાગત કર્યું. “હું મારા ગુજરાતના ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરું છું,” મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના…

Read Full News

બાંડીયામાં તિજોરી તોડી 60 હજારના દાગીના ચોરાયા

ગુપ્ત ખાનામાંથી સોનાના એરિંગ-વીંટી અને ચાંદીના દાગીના સહિતની ચોરી અબડાસાના બાંડીયા ગામે ઘરમાલિક પરિવાર રાત્રિ રોકાણ માટે સાસરીયામાં ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તિજોરી તોડી ગુપ્ત ખાનામાંથી સોના-ચાંદીના દાગીના સહિત 60 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. બાંડીયા ગામે રહેતા ઈમતીયાજ કરીમ હાલેપૌત્રા વ્યવસાયે ખેતમજૂર છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

Read Full News