Headlines

વોરંટીવળી કારમાં ખામી, અપીલ ફગાવાઈ

રાજ્ય કમિશનનો નિર્ણય, ગ્રાહકને વિવિધ રાહત યથાવત ભુજના ગ્રાહકની નવી કારમાં એન્જિનમાં ખામી સર્જાતા કરાવેલા રિપેરિંગ ખર્ચની રકમ વ્યાજ સહિત પરત ચૂકવવા તથા માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે વળતર આપવાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમ સામે કરવામાં આવેલી અપીલને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડિશમિસ કરી ગ્રાહક માટેની રાહત યથાવત્ રાખી હતી. ગ્રાહક…

Read Full News

વરસામેડીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

અંજાર પોલીસ અને LCBએ આરોપીને ઝડપી પાડ્યો અંજાર તાલુકામાં વરસામેડી ગામના તળાવ કિનારે કોથળામાંથી મળી આવેલી ૪૩ વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની લાશના હત્યાના મામલનો અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી આરોપી દિનેશ રાયધણભાઈ ઠાકોર (ઉ.વ.૩૫, રહે. વરસામેડી, મૂળ પ્લાસવા, તા. રાપર)ને ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી…

Read Full News

નિરોણા નજીક ગેરકાયદેસર ખનનમાં ટ્રક – લોડર ઝડપાયા

પ્રાંત અધિકારી દ્વારા કરાઈ સરપ્રાઈઝ કામગીરી એસ.ડી.એમ., નખત્રાણા દ્વારા નિરોણા નજીક સરપ્રાઈઝ રેઈડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર ગેરકાયદેસર ખનન કરતા ટ્રક તથા લોડર ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન આશરે 3,000 ઘનમીટરનો ઊંડો ખનન કરાયેલ ખાડો મળી આવ્યો હતો. તેમજ ટ્રકમાં પરિવહન માટે તૈયાર રાખવામાં આવેલી આશરે 33 મેટ્રિક ટન રેતી મળી…

Read Full News

માળીયા – સામખિયાળી વચ્ચેની પાણીની લાઇન બદલવા માંગ

અંજાર સરપંચ સંગઠન વતી રાજ્ય મંત્રીને રજૂઆત અંજાર તાલુકાના ગ્રામ પંચાયત સંગઠન દ્વારા કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંગઠનના પ્રમુખ દેવઇબેન અરજણભાઈ કાનગડ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અંજાર તાલુકાના દક્ષિણ વિસ્તારના ગામોમાં મુખ્યત્વે નર્મદાની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જે હાલમાં…

Read Full News

ગોવર્ધન નંદીશાળાનો આઠમા વર્ષમાં પ્રવેશ

પૂજન કરી સારા વરસાદની પ્રાર્થના, લાડુનો મહાપ્રસાદ, શાકભાજીનું નિરણ મહંત ત્રિકમદાસજી મહારાજની પ્રેરણા અને સંકલ્પથી સ્થાપિત ગોવર્ધન નંદીશાળાએ સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા સાત વર્ષથી નિરાધાર નંદીઓની સેવા, સંભાળ અને સંરક્ષણનું કાર્ય નંદીશાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અવસરે મહંત ત્રિકમદાસજી મહારાજ, નંદીશાળાના ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા ભક્તજનોની…

Read Full News

લાપતા આધેડની ટુકડા કરાયેલી લાશ તળાવમાં મળી

અંજાર તાલુકાના વરસામેડી ગામેથી હત્યાની ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. છ દિવસથી ગુમ થયેલા ૪૩ વર્ષીય લખુભાઈ રૂડા હૂંબલનો બે ટુકડા કરાયેલો મૃતદેહ તળાવના કિનારેથી મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ઘટના અંગે અંજાર પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી…

Read Full News

ચા ના અંચળા તળે નશો વેચનારો સકંજામાં

ફાર્માસિસ્ટ તરીકેના પ્રમાણપત્રની આડમાં ગાંધીધામ-આદિપુરના યુવાધનને નશીલી દવાઓના રવાડે ચઢાવવાના કારોબારનો પર્દાફાશ થયો છે. હેમાંગ ઉર્ફે રામ પ્રવિણકુમાર ગોકલાણી (ઉં.વ.૨૬, રહે. શિણાય)ને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના.સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપએ તોલાણી કોલેજ પાછળ મિડ ટાઉન હોટેલ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી હેમાંગે ગાંધીધામ નગરપાલિકા પાસે અગ્રસેન ભવન સામે મૈત્રી અમૃતતુલ્ય ચાયની ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી. ચા-કોફીના વ્યવસાયની…

Read Full News

અંજારમાં વાયરના કવરો ઉતારી કોથળા ભરતા ત્રણ ઝડપાયા

અંજારના મફતનગર વિસ્તારમાં મકાનમાં બેસીને વીજ કેબલ વાયરના કવરો ઉતારી ભંગાર સગેવગે કરવાની તૈયારી કરી રહેલા ત્રણ શખ્સને અંજાર પોલીસે રૂ.૩૯,૦૬૦ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડતાં ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા ત્રણેયે જણે ભચાઉ, સામખિયાળી અને મુન્દ્રા વિસ્તારની વિવિધ કંપનીઓ તેમજ પાવર હાઉસમાંથી લાખો રૂપિયાનો કેબલ અને લોખંડનો ભંગાર ચોર્યાની કબૂલાત…

Read Full News

મુંદ્રાની રિફાઇનરીમાં ‘ચાંદીચોર પકડાયો

મુંદ્રા વિસ્તારમાં કે.સી.એલ. કંપનીની પ્રિશિયસ મેટલ રિફાઇનરીમાં ચાંદીના સેમ્પલની ચોરી કરી બુટમાં છુપાવી બહાર નીકળવાનો પ્રયાસ કરતો કર્મચારી સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ઝડપાઈ જતાં ચકચાર મચી છે. સિક્યુરિટી સ્ટાફે મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં બે ચાંદીના વજનદાર સેમ્પલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત .૪ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે ગુલશનકુમાર બાબુલાલ મહાવર દ્વારા ફરિયાદ…

Read Full News

ચાર દિવસમાં ભૂકંપનાં ત્રણ હળવા આંચકા

ભૂકંપની અનેક સક્રિય ફોલ્ટલાઈનના પગલે હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકાઓની વણઝાર જારી રહી છે. આ વચ્ચે રવીવારનાં ભચાઉ તાલુકામાં ધોળાવીરા નજીક ૩.૯ ની તીવ્રતાના આંચકાથી આ વિસ્તારની ધરા ધ્રુજી હતી. શીતળા સાતમ ગુરુવારે સવારનાં દુધઈથી ૨૪ કિ.મી. દૂર ૩ની તીવ્રતાનો અને સાંજના ભચાઉ પાસે ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. માત્ર ચાર દિવસમાં જિલ્લામાં…

Read Full News