જન્મદિન વ્હીલચેર અર્પણ કરી ઉજવ્યો

ભુજ ખાતે સેવાકાર્યોમાં પ્રવૃત મહિલા અગ્રણી રામુબેન પટેલના જન્મદિને વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા તેમણે વ્હીલ ચેર અર્પણ કરી જન્મદિનની ઉજવણી કરી હતી આ ઉપરાંત જરૂરિયાતમંદોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રામુબેન પટેલ ઘણા સમયથી ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરે છે. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો હતો. સત્યમના દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, મનજીભાઇ ગામોટ, નયનભાઈ શુક્લ ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ધીરેન લાલન ભુજ કોમર્શિયલ બેંકના એમ.ડી. ધીરેનભાઈ ઠક્કર જાણીતા દાતા શંકરભાઈ સચદે , જટુ ભાઈ ડુડીયા વગેરેએ શુભેચ્છા વ્યક્ત કરી હતી