ADMIN

બાળ ઊર્જા રક્ષક દળ કાર્યકમ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના માર્ગદર્શન હેઠળ ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા ‘બાળ ઊર્જા રક્ષક દળ’ પ્રોજેક્ટ અંતર્ગત ખલ્ફાન પ્રાથમિક શાળા, માંડવી ખાતે ઊર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા આધારિત વિવિધ મોડેલ્સનું નિદર્શન તથા ઊર્જા વિષયક પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્ય વસંતભાઈ…

Read Full News

ગાગોદરમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, 2.65 લાખનો માલ કબજે

પોલીસે વોચ ગોઠવી કાર ચાલકની કરી ધરપકડ, સાગરીતનું નામ ખુલ્યું પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન પોલીસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી .2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હસુમુખભાઈ હિરાભાઈ સેધવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તા.12 સપ્ટેમ્બરના રાત્રિના સમયે નાઈટ રાઉન્ડ દરમિયાન બાતમી મળી…

Read Full News

વવારમાં વાડી નજીક ઝાડીમાંથી શરાબ ઝડપાયો

મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થા સાથે આરોપી વવારના માણેક સુમાર બારોટને ઝડપી પાડયો હતો. વડાલા ગામની સીમમાં આવેલી વાડી નજીક બાવળની ઝાડીમાંથી દારૂનો 3,60,480નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ સ્થાનિક ગુનાશોધક શાખાએ પેટ્રોલિંગ દરમિયાન સહાયક ફોજદાર…

Read Full News

દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ સાધન સેવા

મસ્કા પંચાયત અને ભુજના ટ્રસ્ટનું સેવાકાર્ય માંડવી તાલુકાના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મરકા ગ્રામ પંચાયત તથા લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના સંયુક્ત ઉપક્રમે મસ્કા ખાતે “દર્દીઓ માટે મેડિકલ સાધન સેવાઓ” શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ અંતર્ગત ઓપરેશન બાદ અથવા લાંબા સમય સુધી સારવાર હેઠળ રહેલા દર્દીઓને…

Read Full News

વિવિધ સેવા કાર્યોની સમીક્ષા સાથે અગ્રણીઓનું બહુમાન

ધી કચ્છ બ્લાઇન્ડ વેલ્ફેર એસોસિએશન ( કચ્છ અંધ કલ્યાણ સમિતિની ) વાર્ષિક સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ જાદવજીભાઈ વરસાણીના અધ્યક્ષ સ્થાને ભુજ સ્થિત સંસ્થાના કાર્યાલય ખાતે યોજાઈ ગઈ હતી. શરૂઆતમાં સંસ્થાના સહમંત્રી દીપાબેન ગઢવી દ્વારા ગત બેઠકની મિનિટ્સનું વાચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી કનૈયાલાલ અંજારિયાએ હિસાબો રજૂ કર્યા હતા, સંસ્થાના મહામંત્રી રતિલાલ પટેલ દ્વારા સંસ્થાની…

Read Full News

ભુજમાં પાતાળેશ્વર યુવક મંડળ યોજશે ગણેશોત્સવ

વર્ષ દરમ્યાન સામાજિક, ધાર્મિક અને રચનાત્મક સહિતના ઉપયોગી કાર્યો કરતા ભુજના પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા 18મો ગણેશ ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવથી પરંપરાગત રીતે યોજાશે. ભુજના વ્યાયામ શાળા મેદાન ખાતે 14 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન આ સાત દિવસીય ગણેશોત્સવ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દુંદાળા દેવની આરાધના કરાશે. સાત દિવસના મહોત્સવની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું…

Read Full News

ભચાઉમા 35 શાળાના 70 છાત્ર પ્રશ્નમંચમાં જોડાયા

વિજેતાઓ હવે કરશે પ્રાંત કક્ષાએ પ્રતિનિધત્વ રવિવારના ભારત વિકાસ પરિષદ ભચાઉ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ કાર્યક્રમ સફળ લે.પા.બો. સંચાલિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો હતો. પ્રાથમિકની 23 અને માધ્યમિક વિભાગની 12 મળી 35 શાળાના 70 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગમાંથી યુરો ગ્લોબલ શાળા તથા માધ્યમિક વિભાગ માંથી એચ.ડી.ડી કન્યા વિદ્યાલયનો પ્રથમ…

Read Full News

ખાતમુહૂર્ત સમારોહમાં ચાર કરોડનું દાન જાહેર

ભુજમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત દિવ્યરુદ્રસિંહ વિવિધલક્ષી સંકુલનું ભૂમિપજન ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત દિવ્યરુદ્રસિંહ પરીક્ષિતસિંહ જાડેજા વિવિધલક્ષી સંકુલનો ખાતમુહૂર્ત સમારોહ રવિવારે યોજાયો હતો. દિપપ્રાગટય બાદ મુખ્ય દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય દાતા ભુજના ચેતનાબા પરિક્ષિતસિંહ જાડેજાના સ્વ. પુત્ર દિવ્યરુદ્વસિહ પરીક્ષિતસિંહ જાડેજાનું નામકરણ આ નવા બનનારા સંકુલને કરાયું છે. સંસ્કારઘામ અને વિવિધ અભ્યાસક્રમ,…

Read Full News

‘મેન્ગ્રોવ પોર્ટલ’ અને ‘GIB એક્શન પ્લાન’ લોન્ચ

કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ભુજમાં યોજાયો કાર્યક્રમ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રવિવારે ભુજની ખાનગી હોટલ ખાતે ‘મેન્ગ્રોવ કન્ઝર્વેશન વર્કશોપ’માં હાજરી આપી કચ્છમાં વન્યજીવ અને મેન્ગ્રોવ સંરક્ષણ કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને PCCF ડૉ. જયપાલસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યશાળા દરમિયાન મંત્રીના હસ્તે દરિયાઈ આજીવિકા માટેની…

Read Full News

ધ્રબુડી પૂજા કરવા ગયેલા વૃદ્ધનું દરિયામા તણાતાં મોત

ગાંધીધામના ૬૫ વર્ષીય હતભાગીની લાશ મોઢવા કાંઠે મળી માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થના દરિયા કિનારે પૂજા કરવા ગયેલા ગાંધીધામના ૬૫ વર્ષીય વૃદ્ધ દરિયામાં તણાઇ જતાં તેમનું મોત થયું હતું. દરિયામાં તણાયેલા આ વૃદ્ધની લાશ મોઢવા ગામના દરિયા કાંઠા પરથી મળી હતી. માંડવી મરિન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૧ સપ્ટેમ્બરના સવારે ૧૧:૩૦થી સાંજે ૬:૩૦ વાગ્યાના…

Read Full News