ADMIN

કચ્છમાં યાયાવર પક્ષીઓની ગણતરીનો પ્રારંભ

યાયાવર પક્ષીઓનો ડેટા ઇ બર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરાશે કચ્છ વિવિધ પ્રકારના કુદરતી આવાસ ધરાવતું હોવાથી પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓ માટે મહત્ત્વપૂર્ણ માર્ગ અને વિરામસ્થળ તરીકે ઓળખાય છે. તા.૨૫ સપ્ટેમ્બરથી પ્રનિધિ ટ્રસ્ટ દ્વારા કચ્છ વન વિભાગના સહયોગથી પાંચમો પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ એટલે કે યાયાવર પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે, જે ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ અભિયાનનો…

Read Full News

માંડવીમાં શિક્ષણની સિદ્ધિના ઓવારણા

માંડવીમાં સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય મંજુલાબેન ભદ્રેશ સંઘવીએ પી.એચ.ડી.ની ડીગ્રી હાંસલ કરતાં તેમનુ સન્માન કરવામા આવ્યુ હતું. સંસ્થાના પ્રમુખ પિનાકિની સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનચી ડૉ.પારુલબેન ગોગરી,સલાહકાર સીમાબેન લાલન, ઉષાબેન શાહ, શોભાબેન સંઘવી,વર્ષાબેન શાહ, જેની સંઘવી,રાહુલ સંઘવી,ભદ્રેશ સંઘવી અને ગાર્ગી ગોગરી સહયોગી રહ્યા હતાં.

Read Full News

અંજાર નવી મામલતદાર ઓફિસની મુલાકાતે રાજયમંત્રી

અંજારના ચિત્રકૂટ બાયપાસ નવી કોર્ટ પાસે મામલતદાર ઓફિસ બની રહી છે. રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભાજપના કાર્યકરો સાથે કચેરી સંકુલની મુલાકાત લીધી હતી. કોન્ટ્રેક્ટર લાલજીભાઈ દ્વારા બાંધકામ અંગેની વિગતો અપાઈ હતી.

Read Full News

ભુજમાં બાળકો માટે યોજાશે વિવિધલક્ષી બાળ સ્પર્ધાઓ

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ભુજ ખાતે વિશેષ બાળ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. “શો યોર ટેલેન્ટ એન્ડ વિન” થીમ આધારિત આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષના બાળકો પોતાની કળાનું પ્રદર્શન કરી શકશે.આ આયોજન અંતર્ગત કુલ ચાર અલગ-અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે, જેની વિગત અનુસાર ૨૭ સપ્ટેમ્બર: સવારે ૧૦:૦૦ વાગ્યે ‘મિનિએચર…

Read Full News

વાઘુરામાં ચારો લેવા જતા બે યુવાન પર ચાર શખ્સનો હુમલો

મુંદરા તાલુકાના વાઘુરા ગામે ગાય માટે ચારો લેવા જઈ રહેલા બે યુવાનને રસ્તામાં અટકાવી લાકડાના ધોકા તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડ્યાની ઘટના બહાર આવી છે. આ અંગે હાર્દિક રવજીભાઈ ચાવડા (ઉં.વ. ૧૯, વાઘુરા)એ મુંદરા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૨ સપ્ટેમ્બરના સાંજના આશરે પાંચ વાગ્યે હાર્દિક પોતાના…

Read Full News

કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તેમજ કાંઠા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરીને અટકાવવાના હેતુસર કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા યોજાયેલા આ પેટ્રોલિંગ દરમિયાન બેબી કા કુવા થી હિરણા વિસ્તાર સુધી ૫ કિલોમીટરથી…

Read Full News

ભુજમાં માર્ગ સલામતી અંતર્ગત યોજાઈ બાઇક રેલી

ભુજના જયુબિલી મેદાન ખાતેથી ગુરુવારે સવારે માર્ગ સલામતી કાર્યક્રમ તળે બાઇક રેલી યોજાઈ હતી. માર્ગ અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં પોલીસ કર્મચારીઓ, આરટીઓ સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતી અંગેનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છના એસપી વિકાસ…

Read Full News

ભચાઉ– રાપર તાલુકામાં ગેરકાયદે. ખનન સામે કાર્યવાહી

ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત, ૮ ટ્રક અને હિટાચી યંત્ર સીઝ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ભચાઉ), મામલતદાર (ભચાઉ) તથા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી સામે વાગડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંયુક્ત ટીમ દ્વારા બુધવારના દિવસે તેમજ રાત્રિ દરમિયાન ભચાઉ અને રાપર…

Read Full News

લ્યુક વિલિયમ્સ વિમેન્સ પ્રીમિયર લીગ માટે ‘મુંબઈ ઈન્ડિયન્સ’ના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

મુંબઈ. મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી છે કે, લીસા કેઈટલીએ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકેની તેમની ભૂમિકામાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને 2027ની વિમેન્સ પ્રીમિયર લીગ સીઝન પહેલાં લ્યુક વિલિયમ્સને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું, “અમે મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં લ્યુક વિલિયમ્સનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. લ્યુક એક…

Read Full News

શુક્રવારે એક કરોડ જણ સમૂહમાં કરશે વંદેમાતરમનું ગાન

વિધાભારતી સંચાલિત વિદ્યાલયોના ઉપક્રમે આયોજન ભારતભરમાં વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા વિધાભારતીના તમામ વિદ્યાલયો મારફતે એક કરોડથી વધારે લોકો એકજ દિવસે, એકજ સમયે, એક ભાવ, એક સ્વર અને એક લય સાથે સામુહિક વંદેમાતમ્ ગાન કરવાના છે . જેના કારણે વિશ્વ રેકોર્ડ બનવાની ક્ષણ સર્જાવા જઈ રહી છે. વંદેમાતરમના ૧૫૦ વર્ષ ભારતની રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા…

Read Full News