બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ભુજ ખાતે વિશેષ બાળ સ્પર્ધા યોજાવા જઈ રહી છે. “શો યોર ટેલેન્ટ એન્ડ વિન” થીમ આધારિત આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષના બાળકો પોતાની કળાનું પ્રદર્શન કરી શકશે.આ આયોજન અંતર્ગત કુલ ચાર અલગ-અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે, જેની વિગત અનુસાર ૨૭ સપ્ટેમ્બર: સવારે ૧૦:૦૦ વાગ્યે ‘મિનિએચર મોડેલ કોમ્પિટિશન’ અને સવારે ૧૧:૦૦ વાગ્યે ‘વર્ડ બિલ્ડિંગ માસ્ટર કોમ્પિટિશન’ યોજાશે. ૨૮ સપ્ટેમ્બર: સાંજે ૫:૩૦ વાગ્યે ‘ક્લે મોડેલિંગ (માટીકામ) સ્પર્ધા’ અને સાંજે ૬:૩૦ વાગ્યે ‘ઇંગ્લિશ હેન્ડરાઇટિંગ (સુલેખન) સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને સ્પર્ધાને ત્રણ મુખ્ય જૂથમાં વહેંચવામાં આવી છે, જેમાં ૬ થી ૮ વર્ષ, ૯ થી ૧૧ વર્ષ અને ૧૨ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધાઓ હોસ્પિટલ રોડ, ભુજ ખાતે યોજાનારી છે. રસ ધરાવતા વાલીઓએ પોતાના બાળકોના નામની એડવાન્સ નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવવા અથવા વધુ વિગત મેળવવા માટે મોબાઈલ નંબર 6354809325 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ભુજમાં બાળકો માટે યોજાશે વિવિધલક્ષી બાળ સ્પર્ધાઓ

