શુક્રવારે એક કરોડ જણ સમૂહમાં કરશે વંદેમાતરમનું ગાન

વિધાભારતી સંચાલિત વિદ્યાલયોના ઉપક્રમે આયોજન

ભારતભરમાં વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા વિધાભારતીના તમામ વિદ્યાલયો મારફતે એક કરોડથી વધારે લોકો એકજ દિવસે, એકજ સમયે, એક ભાવ, એક સ્વર અને એક લય સાથે સામુહિક વંદેમાતમ્ ગાન કરવાના છે . જેના કારણે વિશ્વ રેકોર્ડ બનવાની ક્ષણ સર્જાવા જઈ રહી છે. વંદેમાતરમના ૧૫૦ વર્ષ ભારતની રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા સંગ્રામ, સાંસ્કૃતિક ગૌરવ અને માતૃભૂમિ પ્રત્યેની અતુટ ભક્તિની યાત્રાનું પ્રતિક છે. આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી માટે વિદ્યાભારતી દ્વારા અખિલ ભારતીય ધોરણે તા.૨૫/૦૯/૨૦૨૬ શુક્રવારના સવારે ૧૧ કલાકે એક સાથે સમગ્ર ભારતમાં વંદેમાતરમનું સમૂહ ગાન થશે. આ સંદર્ભે ભુજ ટાઉનહોલ ખાતે વંદેમાતરમનું સમૂહગાન યોજાશે. આ કાર્યક્રમમાં ભુજની અન્ય શાળાઓ પણ ભાગ લેશે.