ADMIN

શ્રદ્ધા સ્કૂલના આચાર્યાને ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત

શિક્ષણ અને સમાજસેવા યોગદાન બદલ રીટાબેન અધ્યારુંનું બહુમાન શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તથા સમાજસેવામાં યોગદાન બદલ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, ભુજ-માધાપરના આચાર્યા રીટાબેન અધ્યારુને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા દ્વારા ‘ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. શ્રીમતી અધ્યારુ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત તેઓ…

Read Full News

ગોવર્ધન નંદિશાળામા હજાર કિલો શીરો બનાવાયો

ગુરુવારે 800 નંદી મહારાજને શીરાનો પ્રસાદ અપાશે અંજારની ભાગોળે આવેલી ગોવર્ધન નંદી શાળામાં ગુરુવારે 800 નંદીને શીરાનો પ્રસાદ આપવામાં આવશે. આ માટે અંજારની રામનગર-1 અને રામનગર-2 સોસાયટીના રહેવાસીઓના સહયોગથી આશરે 1000 કિલો ઘઉંના લોટનો શીરો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નંદી શાળાના સંયોજક સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્થાનિકો અને સેવાભાવી રસિકો દ્વારા…

Read Full News

પાક્ષિક સેવા યજ્ઞ સંપન્ન

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણ પર્વ નિમિત્તે શરૂ કરાયેલા પાક્ષિક સેવા યજ્ઞનું સમાપન કરાયું હતું. આ સેવા યજ્ઞમાં ભુજ-રાપર તેમજ માંડવીના વિસ્તારો આવરી લેવાયા હતા. સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Read Full News

માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા, દાતાના સહયોગથી, માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ અપાયું હતું. મૂળ માંડવીના હાલમાં મસ્કત ઓમાનમાં રહેતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી માંડવીના વાલ્મિકી સમાજને સમિતિના અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ શાહ, અને લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના…

Read Full News

યક્ષના મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું

માધાપર ( ભુજ ) મુકામે યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું હતું. બગડેલા બટાકા, કૃત્રિમ રંગ, અને ન્યૂઝપેપરનો તેમજ કલર વાળી કોટન કેન્ડીનો મોટા પ્રમાણમાં જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. ૪૦ જેટલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સનું ચેકિંગ કરી હાઇજીન નિયમોનું પાલન કરવા અને ગ્લોવ્ઝ-એપ્રોન પહેરવા સૂચના અપાઈ હતી.

Read Full News

વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું જાહેર થયું પરિણામ

વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ “આનંદ” અને તેમના શિષ્ય ઓજસમુનિ “મંગલ” મ.સા.ની હાજરીમાં વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે દરશડી (માંડવી)ના સમસ્ત સમાજ તરફથી વ્યસનમુક્તિના બેનર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી તેનું પરિણામ જાહેર થયું છે. આ સ્પર્ધામાં દરશડી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મમાયમોરા પ્રાથમિક શાળાના છાત્રોએ ભાગ લીધો હતો. દરશડી પ્રાથમિક શાળાના છાત્ર અનુક્રમે મહેશ્વરી રોતિકા…

Read Full News

ગાંધીધામ રેલવે મથકે પાર્કિંગમાં ડ્રાઈવરને પાઈપ-લાકડીથી માર મરાયી

પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ મામલો વકર્યો ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પેસેન્જરો ભરવાના નંબર અને ગાડી પાર્કિંગ બાબતે ઈકો તથા તુફાન ગાડીના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં ડ્રાઈવર હનીફને માથા સહિત શરીરે ઈજાઓ થતાં પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે…

Read Full News

વડવાકાંયા સીમમાં 48.12 લાખનો શરાબ-બિયર ભરેલી ટ્રક ઝડપાઇ

ઝાડીમાં કટિંગની પ્રક્રિયા વચ્ચે એલ.સી.બી.નો દરોડો, બુટલેગરો કારમાં પલાયન પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ નખત્રાણા તાલુકાના વડવાકાંયા અને મંગવાણા ગામની સીમમાં મંગળવારે પરોઢે દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડો પાડી 48.12 લાખની કિંમતનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક, બાઈક, મોબાઈલ ફોન મળી…

Read Full News

માંડવીના ઈતિહાસમાં પ્રથમ જ ઋષિમંડળ પૂજન ભણાવાયું

પાંચે ગચ્છના ભાવિકોએ પૂજનમાં જોડાઈ લાભ લીધો માંડવીના ઈતિહાસમાં પ્રથમ જ વાર માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના દ્વારા ઋષિમંડળ પૂજન મંગળવારના ભણાવાયું હતું. સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ. સા. આદી ઠાણા-૩ ની હાજરીમાં સાધ્વી પુણ્યકૃપાશ્રીજી મહારાજની ૯૬મી વર્ધમાન તપની આંયબિલ તપની ઓળીના પ્રસંગે, શીતલ-પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભસુરી આરાધના ભવનમાં માંડવીના જૈન સમાજના પાંચેગચ્છના ભાવિકો પૂજનમાં જોડાયા…

Read Full News

મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ કિટનું વિતરણ

પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન અન્વયે યોજાયો કાર્યક્રમ ભુજ ખાતે જે. કે. મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ દ્વારા સંચાલિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠન દ્વારા પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન નિમિત્તે મનોદિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છના…

Read Full News