ADMIN

મોટીવિરાણી (નખત્રાણા)ના સંત શાંતિદાસજી મહારાજનું બદ્રીનાથ ખાતે દેવલોક ગમન

મોટીવિરાણી (નખત્રાણા)ના સંત શાંતિદાસજી મહારાજ બદ્રીનાથ ખાતે દેવલોક ગમન પામ્યા છે. આ ઘટનાથી  કચ્છ અને  સંત સમાજમાં મોટી ખોટ પડી છે. મહામંડલેશ્વર અને ૧૦૦૮ની પદવીથી વિભૂષિત રવિભાણ સંપ્રદાયના સંત શાંતિદાસ મહારાજએ પોતાના જીવન દરમ્યાન ધર્મ, આધ્યાત્મિકતા, સેવા અને માનવતાનો પ્રકાશ પાથર્યો હતો. કચ્છ અને બ્રહ્નદ કચ્છના ભાવિકો દ્વારા એમને અંજલિ અપાઈ હતી

Read Full News

કચ્છ યુનિ. – ગુજરાત પ્રવાસન વિભાગે કર્યા મહત્વના કરાર

ગાંધીનગર ખાતે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને પ્રવાસન નિગમના એમ.ડી. ડૉ. વિપિન ગર્ગ દ્વારા પ્રવાસન વિકાસ અને કૌશલ્ય તાલીમ અર્થે ઐતિહાસિક એમ.ઓ.યુ. ની આપ-લે કરવામાં આવી

Read Full News

મીની તરણેતર મોટા યક્ષના મેળાનો પ્રારંભ

કચ્છ જિલ્લાના સૌથી મોટા અને મીની તરણેતરની ઉપમા પામેલા નખત્રાણા તાલુકાના મોટા યક્ષદેવના સ્થાનકે ભાતીગળ લોકમેળાનો પરંપરાગત રીતે દબદબાભેર પ્રારંભ. રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ અગ્રણીઓ –સહેલાણીઓની હાજરીમાં કરાવ્યો મેળાનો પ્રારંભ. કચ્છ અને કચ્છ બહારથી મેળાના માણીગરો ઉમટ્યા. પહેલા જ દિવસથી મેળાની રંગત જામી

Read Full News

બી.એસ.એફ.માં ઘાસકટર અર્પણ કરાયું.

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા માંડવી બીએસએફમાં દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યકર્મ યોજાયો હતો. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પ્રમુખ સ્થાનેથી બોલતા સૌને આવકારી દાતા પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી (હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી માંડવી) હાલે મુંબઈ તરફથી ઘાસ કટર અર્પણ કરાયું હોવાનું કહ્યું હતું. સમિતિના કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ, કચ્છી સાહિત્યકાર…

Read Full News

મોદીના દીર્ઘાયુ માટે નવકારના ૭૫૦૦ જાપ કરાયા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમના દીર્ઘાયુ માટે નવકાર મહામંત્રના ૭૫૦૦ જાપ કરાયા હતા. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં કાર્યકરો જોડાયા હતા.

Read Full News

લાયજામાં વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું

બાર લીલા છોડ સાથે એક ઇસમને ઝડપાયો માંડવી તાલુકાના મોટા લાયજા ગામે પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી એક ઈસમના કબજાના વાડામાં વાવેલા ગાંજાના 12 લીલા છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજાના છોડ, માટીના સેમ્પલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી અફઝલ હાસમ વર્ષા (ઉ.વ.૨૮), રહે. મુસ્લિમ ફળિયું, મોટા લાયજા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ…

Read Full News

ઉઠંગડીમાં મહિલા પર પથ્થર-કુહાડીથી હુમલો

બચાવવા આવેલા સબંધીને પણ માર મરાયો નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામે પ્લોટમાંથી પસાર થવાના મુદ્દે બોલાચાલી બાદ મહિલા સહિત બે વ્યક્તિ પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં મહિલાને પથ્થર અને કુહાડીના હાથા વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે, તેને બચાવવા આવેલા તેના મામાને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ઉઠંગડી ગામે…

Read Full News

કામ બાબતના ઝઘડાની અદાવત બની જીવલેણ

અવધનગર નજીક મિસ્ત્રીએ મજૂરની હત્યા કરી, આરોપીની ધડપકડ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ટોલનાકાથી આગળ અવધનગર પાસે બની રહેલા નવા પુલિયા નજીક કામના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં મિસ્ત્રીએ લોખંડની અણીવાળી ટામીથી મજૂર પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસે સ્થળ પરથી આરોપી બિમલ શિવપ્રસાદ ચમાર (ઉં. વ. ૩૦), પલીહવા જી. નવલપરાસી, નેપાળને ઝડપી લીધો…

Read Full News

દરશડીમાં વ્યસનમુક્તિના પ્રચાર પ્રસાર માટે રેલી યોજાઈ

દરશડી અને મમાયમોરાના વિદ્યાર્થીઓ સહિત એક હજાર લોકો જોડાયા કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય ઓજસમુની ‘મંગલ’ મહારાજની હાજરીમાં વ્યસનમુક્તિના પ્રચાર અને પ્રસાર માટે રેલી નીકળી હતી. આ રેલીમાં દરશડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તેમજ મમાયમોરાની પ્રાથમિક શાળાના…

Read Full News

એશિયન ગેમ્સમાં કચ્છી ભાનુશાલી દીકરીને બ્રોન્ઝ મેડલ

રવા અબડાસાના પરિવારની હરિતા ભદ્રાએ ૨૦૦ મીટર રિલે રેસમાં મેળવી સિદ્ધિ જાપાન ખાતે આયોજિત એશિયન ગેમ્સમાં આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે કચ્છી ભાનુશાલી સમાજની દીકરી હરિતા ભદ્રાએ વૈશ્વિક ફલક પર દેશનો ડંકો વગાડ્યો છે. જાપાન ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬માં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરી રહેલી કચ્છના અબડાસાના રવા ગામના વતની ભાનુશાલી પરિવારની હરિતા કિર્તનભાઈ નવીનભાઈ ભદ્રા…

Read Full News