ભુજ તાલુકાના માધાપર ગામે અંગત અદાવત અન્વયે ખૂનનસે ભરાયેલા યુવક અને તેના બે સથીદારે માથે ગાડી ચડાવી બે સગા ભાઈ અને ત્રણ પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો ફરિયાદના સ્વરૂપે પોલીસ દફતરે ચડ્યો છે. મંગળવારે સાંજે માધાપરમાં બનેલા આ કિસ્સા બાબતે ભુક તાલુકાના જુણા ગામના મુસ્તાક પચાણ સમા અને તેના બે અજાણ્યા સાગરીતો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવાયો છે. તેવી માહિતી પોલીસે આપી હતી. માધાપર ગમે જૂનાવાસ વિસ્તારમાં સુમરા મસ્જિદ પાસે રહેતો ઈમરાન જુણસ સમા તેના ઘર બહાર ઊભો હતો ત્યારે તેના પર કાર ચડાવી તેની હત્યાનો પ્રયાસ આ ઘટનામાં કરાયો હતો. ઈમરાનના ભાઈ ઈરફાને બનાવ અંગે પોલીસને જાણ કરતાં ચાર કોન્સ્ટેબલો જુદાં જુદાં દ્વિચક્રી વાહનો પર સવાર થઈને ઈરફાન સાથે તેના ઘેર આવવા રવાના થયા હતા . આ વેળાએ ભવાની હોટેલ પાછળના રેલવે ફાટકવાળા રસ્તે ગાડી લઈને આવેલા મુસ્તાકે કોન્સ્ટેબલ સાથે સવાર ઈરફાના દ્વિચક્રીને ટક્કર મારવા કોશિશ કરી હતી.. બાઈક પર આવી રહેલાં બે કોન્સ્ટેબલ પર ગાડી ચડાવવા માટેની હરકત પણ કરાઈ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ પ્રકરણમાં નદી પાસે ગાડી મૂકીને મુસ્તાક અને તેના સાગરીતો નાશી ગયા હતા. ફરિયાદી ઈમરાને ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે ભુજમા ભીડ નાકા વિસ્તારમાં ગાડી સાઈડમાં રાખવા મુદ્દે તેનો અને કાકાના દીકરાનો મુસ્તાક જોડે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી આ સમગ્ર ઘટનાક્રમને અંજામ અપાયો હતો.

