બાગ-મસ્કા શાળામા કુલરનું લોકાર્પણ

માંડવી તાલુકામાં બાગ-મસ્કા પ્રાથમિક શાળામાં તાજેતરમાં આર.ઓ. પ્લાન્ટ અને ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું હતુ. આર.ઓ. પ્લાન્ટ ગામના લોકોએ બનાવી આપેલું છે જ્યારે વોટર કુલર દાતાના સહકારથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ આપેલું. છે. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખપદે લોકાર્પણ સમારોહના અતિથિવિશેષ પદે માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર અને માંડવીના એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતાં.