ચોથાણી પરિવાર દ્વારા આરંભાઈ ભુખ્યાને ભોજનની સેવા
મુન્દ્રા ખાતે જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા સાથેનો અનેરો કહી શકાય તેવો સદાવ્રતી સેવાયજ્ઞ ચોથણી પરિવાર દ્વારા શરૂ કરાયો છે.
સંત શિરોમણી જલારામ બાપાની દેનેકો ટુકડા ભલા , લેનેકો હરિનામની પ્રેરણાથી મુન્દ્રાના મૂળ પત્રીનાં નારાણજી રામજી ચોથાણી પરિવાર દ્વારા આ અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે. સાધુ-સંતો, પ્રવાસીઓ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ડાઇનિંગ હોલ ખાતે ભોજન આપવાની વ્યવસ્થા આ સેવાકાર્ય અંતર્ગત કરવામાં આવી છે.
ચોથાણી પરિવાર દ્વારા નગરમાં કોઈ ભૂખ્યું ન રહે’ એ ભાવના સાથે જરૂરિયાતમંદો, વટેમાર્ગુઓ, સાધુ-સંતો અને પ્રવાસીઓ માટે આ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
ભોજન વ્યવસ્થા માટેના કુપન જરૂરતમંદ વ્યક્તિએ ચોથાણી મોલ માંડવી ચોક મુન્દ્રા ખાતેથી મેળવવાના રહેશે. ભોજન કરવા કે લઈ જવા માટે રાજસ્થાન પૂજા ડાઇનિંગ હોલ જવાહર ચોક મુન્દ્રા ખાતે બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધી અને રાત્રે 7.30થી 9.30 સુધી આવવાનું રહેશે તેવું ચોથાણી ગ્રુપ મુદ્રાએ જણાવ્યું હતું.

