નેત્રા લોહાણા મહાજનના પ્રમુખ પદે અગ્રણી અરવિંદભાઈ ઠક્કર વરાયા

વધુ ને વધુ સામાજિક અને ઉપયોગી કાર્યો હાથ ધરવાની નેમ વ્યક્ત કરાઈ

નખત્રાણા તાલુકાના નેત્રા ગામના લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રઘુવંશી અગ્રણી અરવિંદભાઈ ગંગારામ ઠક્કરની વરણી કરવામાં આવી છે.

નેત્રા મહાજનની યોજાયેલી બેઠકમાં અરવિંદભાઈ ઠક્કરની સર્વાનુમતે અને બિનહરીફ આ નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાજનના હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

નવા વરાયેલા પ્રમુખ અરવિંદભાઈ મૂળ નેત્રાના વતની છે અને વ્યવસાય અર્થે ભુજ ખાતે સ્થાયી થયા છે. તેઓ અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રૂપ અને અખિલ કચ્છ લોહાણા મહાજન સહિતની લોહાણા સમાજની સંસ્થાઓ ઉપરાંત ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ , નમો પદયાત્રી કેમ્પ અને લક્કી ગ્રૂપ સહિતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

આ વરણીને વિવિધ લોહાણા મહાજનના અગ્રણીઓ, જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદેદારો ઉપરાંત મિત્રો, શુભેચ્છકો અને સ્નેહીજનો દ્વારા આવકાર અપાયો હતો.

નવનિયુક્ત મહાજન અધ્યક્ષ શ્રી ઠક્કરે સૌને સાથે રાખીને મહાજન ઉપરાંત વિવિધ સામાજિક કાર્યો અવિરત રખાશે તેમ જણાવ્યું હતું.