દિવાળી અને નવા વર્ષને અનુલક્ષીને વાગડ વિસ્તારના રાપર તાલુકા મા આવેલા પૌરાણિક રવેચી માતાજી, કાનપરમાં આવેલા લીંગ માતાજી, મોમાયમોરા મોમાઈ માતાજી, વૃજવાણી તથા સુપ્રસિદ્ધ વિશ્ર્વ પ્રસિદ્ધ ધોરાવીરા તથા હેવન ટુ રોડ ફોશિલ પાર્ક અમરાપર શિરાંનીવાંઢ રણ એકલ બાંભણકા રણ ધુડખર અભ્યારણ સહિતના વિવિધ યાત્રાઘામ તથા ફરવા ના સ્થળ પર લોકો ની ભીડ જોવા મળી હતી.ખડીર ધોરાવીરા રતનપર તથા હેવન ટુ રોડ એકલ બાંભણકા રોડ તથા સફેદ રણ ફોશિલ પાર્ક માં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું એવું રતનપર ના સરપંચ દશરથભાઇ આહિરએ જણાવ્યું હતું. મતો ધોળાવીરા અને રોડ ટુ હેવન પર અનેક ગાડીઓનો જમેલો જોવા મળ્યો હતો. ધોળાવીરા કાળો ડુંગરથી ખાવડા ધોરડોના માર્ગ પર પ્રવાસીઓ હકડેઠઠ જોવા મળ્યા હતા તહેવારની રજાઓમા પ્રવાસીઓની ભીડના કારણે ધોળાવીરામા હોટલોમાં તડાકો પડ્યાનુ જિલ્લા પંચાયતના માજી સદસ્ય રુપેશભાઈ આહિરએ જણાવ્યું હતું. તો હોટલિયર નરેન્દ્રદાન ગઢવીએ જણાવ્યું હતું કે પ્રવાસી ધોરાવીરા તથા હેવન ટુ રોડ ની મુલાકાત લેવા માટે મહારાષ્ટ્ર ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પ્રદેશ બેંગલોર તથા સાઉથ ભારત રાજસ્થાન સહિત ના વિવિધ સ્થળેથી ઉમટ્યા હતા. કાનપર ખાતે લિંગ માતા મંદિરમા દર્શન કરવા માટે મુંબઇ, કચ્છ , વાગડ , દક્ષિણ ગુજરાત સહિત ના વિવિધ વિસ્તારોમાં લોકો ઉમટયા હોવાનું મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણએ જણાવ્યું હતું. તદુપરાંત મોમાય માતાજી રવેચી માતાજી ના દર્શન કરવા તથા વૃજવાણી ખાતે દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ ઉમટયા હતા.
વાગડ વિસ્તારના ધોળાવીરા, વૃજવાણી સહિતના સ્થળે પ્રવાસીઓ ઉમટયા

