અખંડ ધુણાનો ચોથા વર્ષમાં પ્રવેશ થયો
ભુજ તાલુકામાં લેર કોટડા ચકાર રોડ પર આવેલા બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ હનુમાન મઢી ખાતે અખંડ ધુણાના ચોથા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મહંત બુદ્ધનંદગીરી બાપુના સાનિધ્યમાં સવારે હનુમાન ભૈરવ યજ્ઞ, ભક્તિ રાસ, મહાપ્રસાદ, બાળકો દ્વારા હનુમાન ચાલીસા, સંગીતમય મહાઆરતી રવી લાંભા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. રાત્રે જાણીતા કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો . મહાપ્રસાદ ના દાતા. ડાયાભાઈ માલસીભાઈ સુંડા પરિવાર રહ્યા હતા હવન ની શાસ્ત્રોક વિધિ આચાર્ય નિલેશ મારાજ થરાવડા વારા ,પૂજન વિધિ આશિષ ગોસ્વામી એ કરી હતી. આસપાસના ગામો ના અગ્રણીઓ અને ભક્તો ઉમટ્યા હતા .

