ખૂબ જ કથળેલી માનસિક હાલતમાં મળી આવેલા 59 વર્ષીય મુંબઈના હિતેન્દ્રભાઈ હરગોવિંદભાઈ મિસ્ત્રીને ભુજના ‘મા-બાપનું ઘર આશ્રમ’ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. હિતેન્દ્રભાઈ સ્વસ્થ થતાં આશ્રમની ટીમ – પોલીશ દ્વારા તેમના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મુંબઈ બોરીવલી વેસ્ટથી આવેલાં તેમનાં પત્ની ભાવનાબેન હિતેન્દ્રભાઈની ઓળખ તથા જરૂરી કાયદાકીય ખરાઈ કર્યા બાદ, પરિવારને કબજો સુપરત કરવામાં આવ્યો હતો. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરો દર્શન પટેલ, નેહાબેન આહીર, ક્રિશ્નાબેન આહીર અને રામજીભાઈ ગરવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
મુંબઈના માનસિક અસ્વસ્થ પ્રૌઢનું પરિવારથી મિલન

