છેવાડાના લોકો સુધી યોજનાઓના લાભો પહોંચવા જોઈએ

નખત્રાણામાં સેવસેતુ કાર્યક્રમમાં ધારાસભ્યની હાકલ

સેવા સેતુ ના માધ્યમથી અંતરિયાળ અને છેવાડાના લોકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોંચી સેવા કરવાનો સરકારનો હેતુ સાર્થક કરશે તેવું અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વેપારી મંડળ હોલ ખાતે નખત્રાણા નગરપાલિકાના સંકલનથી આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
નખત્રાણા સ્થાનિકના બાકી રહી ગયેલા લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ પ્રસંગે અપીલ કરાઈ હતી. જરૂરી ફોર્મ પણ ભરી આપવામાં આવ્યા હતા. અનેક લાભાર્થીએ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો. પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલ, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા , મામલતદાર રાકેશ પટેલ , ટી એચ ઓ એ.કે. પ્રસાદ , નગરપાલિકા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, ઉપપ્રમુખ દમયંતીબેન પટેલ , લાલજીભાઈ રામાણી, ડાયાભાઈ પટેલ , નયનાબેન પટેલ , તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, સહિતના હાજર રહ્યા હતા.