નાગલપુરનો યુવાન બન્યો પાયલોટ

સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે અપાવી સિદ્ધિ

માંડવી તાલુકાના નાનકડા એવા નાગલપુર ગામના રહેવાસી રોહિત વિનોદભાઈ આયડીએ ૨૨ વર્ષની ઉંમરે પાયલોટ બનવાની. સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત આયડીની સફળતાની આ સફર દરમ્યાન તેણે પ્રાથમિક શિક્ષણ માંડવીની મણીબેન પ્રેમજી કરાણી મેમોરિયલ સ્કૂલ શિશુ મંદિરમાં જ્યારે ઉચ્ચ શિક્ષણ પી વી મોદી સ્કૂલ (જામનગર) ખાતે મેળવ્યું હતું. પાયલોટ તાલીમ આ યુવકે Dunes એવિએશન એકેડમી (ભાવનગર) અને ફ્લાઈંગ ટ્રેનિંગ (ભીલવાડા, રાજસ્થાન) ખાતે મેળવી હતી. રોહિતની સિદ્ધિથી તેમના પરિવાર, નાગલપુર ગામ, કચ્છ મહેશ્વરી સમાજએ ગૌરવની લાગણી વ્યકત કરી હતી. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પથી પાયલોટ બનવાનું સ્વપ્ન સાકાર થવાની લાગણી રોહિતે વ્યક્ત કરી હતી.