ભુજ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અરહિંત નગરમાં રહેતા શખ્સને ૭૭ હજારના દારૂ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. અરીહંત નગરમાં ગરબી ચોક પાસે ફોરેસ્ટની દીવાલ પાસે મહાવીરસિંહ રવિન્દ્રસિંહ ઝાલા (.શિવ મંદીર પાછળ અરિહંતનગર) ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે તપાસ કરાતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલો ૧૦ ,કવાર્ટરીયા ૪૭૪ , બીયરના ટીન ૪૧ મળી આવ્યા હતા. અન્ય આરોપી શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા (અરીહંતનગર ભુજ) નું નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. તેવું પોલીસે કહ્યું હતું. આ કામગીરી પો.ઈ. એ.એમ.મકવાણા,સબ ઇન્સ. જે.બી.જાદવ,
એમ.એચ.શીણોલ, એએસઆઇ સુનીલ પરમાર, હે.કો. રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
ભુજમાં ૭૭ હજારના દારૂ સાથે ઝડપાયો

