પ્લેટફોર્મ અપગ્રેડેશનના કારણે અસર
પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળના પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કામ માટે બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રદ રહેશે. 26 ઓગસ્ટ થી 14 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે. 29 ઓગસ્ટ થી 17 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે. 28 ઓગસ્ટ થી 16 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે. 31 ઓગસ્ટ થી 19 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે. તેવું રેલવે તંત્રે કહ્યું છે.આ સ્થિતિમાં યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે કે આ ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.

