ધાતુની સામગ્રી અને લાખની બોલેરો મેક્સ પીકઅપ મળી
ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગર માલસામાનની હેરફેર કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમના સ્પેરપાર્ટસ તથા સ્ટીલના રોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાહન સહિત કુલ રૂ.૫,૫૨,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કિસ્સામાં હસન રોમતુલ્લા સમા (ઉં.વ.૨૦),. નાના દીનારા, તા. ભુજને આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમના સ્પેરપાર્ટસ તથા સ્ટીલના રોડ સાથે ઝડપી પડાયો હતો. પ્રાથમિક તપાસમાં આ માલ અંગે જરૂરી આધાર-પુરાવા રજૂ ન કરી શકાતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં એલ્યુમીનીયમના નાના સ્પેરપાર્ટસ નંગ-૩૩ તથા મોટા સ્પેરપાર્ટસ નંગ-૦૩, કુલ વજન આશરે ૧૭૫ કિલોગ્રામ, કિંમત રૂ.૨૬,૨૫૦નો સમાવેશથાય છે. ઉપરાંત સ્ટીલના રોડ નંગ-૨૫, વજન આશરે ૨૬૦ કિલોગ્રામ, કિંમત રૂ.૨૬,૦૦૦ તથા મહિન્દ્રા બોલેરો મેક્સ પીકઅપ કબજે કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં ફીરોજ પઠાણ, રહે. ભુજનું નામ સામે આવ્યું છે. તેને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

