અંજારમાં તિરંગા યાત્રાથી શોર્યભર્યો માહોલ

હાથમાં તિરંગા સાથે અબાલ વૃદ્ધ નાગરિકો જોડાયા

અંજાર : અંજાર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિ સાથે શોર્યનો અનેરો માહોલ સર્જ્યો હતો.
ગંગાનાકા પાંજરાપોળ પાસે તિરંગા અને કેસરી- સફેદ -લીલા ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભારતમાતાની મહાપુજા અર્ચના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાઈ હતી. મહાઆરતી પણ આ પ્રસંગે કરવામાં આવી હતી. આ પછી તિરંગાયાત્રા નીકળી હતી. જેને ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા અને અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાએ પ્રસ્થાન કરાવ્યું હતું.
શહેરની મુખ્ય બજાર ગંગાબજાર, ૧૨ મીટર રોડ, ઠક્કરબાપા સર્કલ થઈ કે. કે. એમ. એસ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. માર્ગમાં શહેરીજનો અને નાગરિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ પાણી તેમજ ચા- બિસ્કીટ ની સેવા આપવામાં આવી હતી.
આ યાત્રામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, રાષ્ટ્રભક્ત શહેરીજનો, પોલીસ તંત્રના જવાનો, સરકારી-અર્ધ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એન.સી.સી., સ્કાઉટ ડી.જે. બેન્ડ વાજા સાથે જોડાયા હતા યાત્રા દરમ્યાન ડો બાબાસાહેબ આંબેડકર, છગનભાઈ ઠક્કરબાપા , સ્વામી વિવેકાનંદજી અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સમાપન સ્થળે સમારોહ યોજવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કલેકટર સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સૌ સાથે મળીને જોડાયા તે પ્રસંશનીય છે. અલૌકિક રાષ્ટ્રીય ભક્તિની ચેતના જોવા મળી રહી છે ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક વિભાગના રાજ્ય મંત્રી ત્રીકમભાઈ છાંગાએ અધ્યક્ષ પદેથી જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં તિરંગાયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીસનો મહત્વનો ફાળો છે. સમગ્ર દેશમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનામાં વધારો થતો રહ્યો છે.
કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન નીલેશગીરી એમ. ગોસ્વામી અને શહેર ભાજપ મહામંત્રી તથા તિરંગા યાત્રા સમિતિના ક્રીપાલસિંહ ઝાલાએ અને આભારવિધિ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ખાંડેકાએ કરી હતી શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, સરકારી તેમજ અર્ધસરકારી કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ, પોલીસ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ, એનસીસીના કેડેટ વગેરે આ યાત્રામાં જોડાયા હતા.
ત્રિરંગો ઝંડો લહેરાવતા બાળકો અને નાગરિકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર અંજાર નગર ગૂંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો ઉમંગ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે નાયબ કલેકટર સુરેશભાઈ ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર તાલુકા આરોગ્ય અધિકારી રાજીવભાઈ અંજારીયા, અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ભાવેશકુમાર પટેલ, જીલ્લા ભાજપના ખજાનચી સુરેશભાઈ ટાંક, રાપર તાલુકાના સહ પ્રભારી વસંતભાઈ કોડરાણી, ભુજ તાલુકા પ્રભારી ડેનીભાઈ શાહ, હર ઘર તિરંગા અભિયાનના જીલ્લાના સહ ઈનચાર્જ અશ્વિનભાઈ પંડ્યા, અંજાર શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠીયા, અંજાર શહેર ભાજપના સહપ્રભારી જનકસિંહજી જાડેજા, અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસર, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગીરીશભાઈ પરમાર, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અકીબભાઈ બાયડ, ભાજપ અગ્રણી રામજીભાઈ ધેડા, કાઉન્સિલર કુંદનબેન જેઠવા, ધનુબેન ગઢવી, પાર્થભાઈ સોરઠીયા, જયેશભાઈ બલદાણીયા, તેજપાલભાઈ લોચાની, અલ્પેશભાઈ દરજી, પ્રીતિબેન માણેક, કુંદનબા જાડેજા, અમિતભાઈ વ્યાસ, રાજેન્દ્રસિંહ ટી જાડેજા, નિતાબેન ઠક્કર, મમતાબેન વેગડ, નિલેશગિરિ ગોસ્વામી, સોનલબેન મેહતા, હર્ષાબેન સોરઠીયા, ફરીદાબેન કુંભાર, કલ્પનાબેન ગોર, તારાબેન પ્રકાશભાઈ રોંશિયા, સંદીપાબેન સોની, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, અંજાર શહેર ભાજપ ઉપપ્રમુખ કલ્પેશભાઈ કોઠારી, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, સંજયભાઈ પેડવા, જયશ્રીબેન ઠક્કર, અંજાર શહેર ભાજપ મંત્રી ભૌતિકભાઈ ખંડોર, મંજુલાબેન ચૌહાણ, સંદીપાબેન સંજોટ, ચેતનભાઈ ઝાલા, ગોપાલભાઈ આહીર, અનુ જાતિ મોરચા ના પ્રમુખ નીતિનભાઈ લોચાણી, હેમાંગગીરી ગોસ્વામી, અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ આકાશભાઈ કોડરાણી, મહામંત્રી મિલનભાઈ લોઢા અને હિતેનભાઈ સોરઠીયા, જીલ્લા અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ મયુર ખીમજીભાઈ સિંધવ, મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા, મહામંત્રી પૂજાબેન બારમેડા અને વૈશાલીબેન સોરઠીયા, અંજાર શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી નિરવભાઈ કાપડી અને હાર્દિકભાઈ પ્રજાપતિ, સાગરભાઈ કાનાણી, દીક્ષિત મીરાની, રવિરાજ જાડેજા, વેદાંત સોની, શૈલ માણેક, અભિષેક પારેખ, ચિરાગભાઈ સિંધવ, પ્રકાશભાઈ કોડરાણી, વગેરે આગેવાનો જોડાયા હતા
ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, શાસનાધિકારી મુરજીભાઈ મીંઢાણી અને કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ બુધભટ્ટિ, નરશીભાઈ દાવા, પ્રકાશભાઈ રોંશિયા, ગુંજનભાઈ પંડયા, શંકરભાઈ સિંધવ, ભારતીબેન બારોટ, મયુરભાઈ હેરમા, સાવનભાઈ પંડ્યા, પ્રવીણભાઈ કેરાઈ, દર્શનસિંહ રાઠોડ, જીતેન્દ્રભાઈ જોશી, અનિલભાઈ ત્રિપાઠી, જીગ્નેશગીરી ગોસ્વામી, ભરતભાઈ સરપટા, હિતેન્દ્રસિંહ ગોહિલ, મહેશભાઈ ઠાકોર, વિનોદ શામળીયા, કિશનભાઈ પ્રજાપતિ, જય ખોડીયાર, ગૌરવભાઈ બાંભણિયા, બાદલ નાથબાવા, હરેશ ભાણજી, નિશાન ચવેલીયા, ધવલભાઈ થરાદરા, નિરૂપાબેન પ્રજાપતિ, મિરલબેન વેગડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.