શહિદ ભગતસિંહનું જીવન રાષ્ટ્ર સમર્પિત
અંજારમાં જન્મજયંતી નિમિતે શહાદતને યાદ કરી અંજલિ અપાઈ અંજાર નગરપાલિકા દ્વારા શહિદ ભગતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે અંજાર નગરપાલિકા કચેરી ખાતે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શરૂઆતમાં શાસક પક્ષના નેતા આશિષભાઈ ઊદવાણીએ સૌને આવકાર આપી કાર્યક્રમની રૂપરેખા સમજાવી…

