ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં ભુદેવોને શિવની પૂજા અન્વયે માહિતી અપાઈ

કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળે યોજ્યો કાર્યક્રમ

ભુજ ખાતે દંતેશ્વર મહાદેવ મંદિરે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદ્ધુલન પ્રયોગ અને શિવપંચવક્ત્ર પૂજન કાર્યશાળા યોજાઈ હતી.
યજમાન પદેથી ચેતનભાઈ જોષી દ્વારા ભસ્મોદ્ધુલન પ્રયોગની પદ્ધતિ ભૂશુદ્ધિ, ભૂત શુદ્ધિ, અંતર માતૃકાન્યાસ, મહાન્યાસ આદિની સમજ આપી ભગવાન શિવના પંચવક્ત્રોની વિવિધ ઉપચારો વડે પૂજાની શાસ્ત્રોમત અનુસંધાને માહિતી પ્રદાન કરી હતી.
કાર્યશાળાના મુખ્ય વક્તા તરીકે પુનિતભાઈ પંડ્યા તથા હાર્દિકભાઈ પંડ્યા એ સેવા આપી હતી. જિલ્લા કર્મકાંડવિદ મંડળના નવનિયુક્ત પ્રમુખ દિપેશભાઈ ત્રિપાઠી અને ડૉ.જીતેનભાઈ જોશીનું વિશિષ્ટ સિદ્ધિ ગૌરવ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં જિલ્લા કોરકમિટીના સભ્ય દિપકભાઈ રાવલ, પ્રમુખ દિપેશભાઈ ત્રિપાઠી, મહામંત્રી ડૉ.જીતેનભાઈ જોશી, ઉપપ્રમુખ કપિલભાઈ ઉપાધ્યાય,ખજાનચી ભાવિકભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ દુર્ગેશભાઈ , કમલેશભાઈ રાવલ, ભુજ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, મહામંત્રી હિતેશભાઈ રતેશ્વર આ ઉપરાંત તાલુકાના પ્રમુખ, મહામંત્રી અને જિલ્લા કારોબારીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના વિવિધ ગામોથી આવેલા ભૂદેવો સાથે સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા સુખપરના ઋષિકુમારો તથા ગાયત્રીદેવી વેદ વિદ્યાલયના ગુરૂજનો અને ઋષિકુમારો જોડાયા હતા
જિલ્લા મંડળની કારોબારી તથા ભુજ તાલુકા મંડળના સભ્યોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. ભોજન વિશેષ વ્યવસ્થાના દાતા દિપેશભાઈ ત્રિપાઠી અને ઘનશ્યામભાઈ ઉપાધ્યાય રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લાના મહામંત્રી ડૉ.જીતેનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.